________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ્જનો કરુણાવંત
૧૧
આંખોમાં આજીજી અને વાણીમાં વિનમ્રતા, મનમાં નિર્મળતા અને આત્મામાં પવિત્રતા, સાથે ગ્રંથકાર મહાત્મા એ સજ્જનોને પ્રાર્થના કરે છે!
“તમે સહુ મારી આ તુચ્છ...અસાર રચનાનો સ્વીકાર કરજો! ભલે એમાં પ્રમોદભાવ ઉત્પન્ન કરે તેવું પદાર્થ-નિરુપણ નથી, યુક્તિ-પ્રયુક્તિઓની ચમત્કૃતિ નથી કે એક શબ્દમાંથી અનેક અર્થો પ્રસ્ફુટ થાય તેવી વિલક્ષણ કાવ્યપ્રતિભા નથી...છતાં ય તમારે આ વૈરાગ્યભાવમાં પ્રીતિ જગાડનારી રચના સ્વીકારવી જ જોઈએ... કારણ કે આપ તો કરુણારસથી ભરેલા મહામનીષી છો! તો શું હું કરુણાપાત્ર નથી? હું કરુણાપાત્ર છું. મારા પર કરુણાષ્ટિ રાખીને પણ આપ સહુએ મારી આ રચના સ્વીકારવી જોઈએ!”
સજ્જનતા અને કરુણા!
કરુણા વિના સજ્જનતા રહી નથી શકતી. સજ્જનતાનો આધાર કરુણા છે, દયા છે ! કરુણા જ કરુણાવંતને સજ્જનોની હરોળમાં બેસાડે છે. સજ્જનો કોઈ પણ જીવને દુ:ખી તો કરે જ નહીં, પરંતુ બીજા જીવોનાં દુ:ખોને દૂર કરવા પ્રયત્ન કરે, આ તેઓની કરુણા છે! 'પરવું વિનાશિની વ્હેરું' આવા કાપૂર્ણ અન્તઃકરણવાળા સજ્જનો શું ગ્રંથકારની આ રચનાનો તિરસ્કાર કરવા જેવી ક્રૂરતા કરે ખરા? માટે, તેઓ તો આવી સર્વજીવ-હિતકારિણી ગ્રંથરચનાને હૃદય સાથે જડી લે!
અલબત્ત, અનાદરને યોગ્ય છતાં ય સજ્જનોથી અનાદર ન કરાય! તિરસ્કારન યોગ્ય હોય છતાંય સજ્જનોથી તિરસ્કાર ન કરાય! તેઓ તિરસ્કાર કરી જ ન શકે, કરુણા તિરસ્કાર કરવા જ ન દે! સજ્જનોનું આ ઉદાત્ત ને ભવ્ય વ્યક્તિત્વ છે. ગ્રંથકાર આચાર્યદેવ આ વ્યક્તિત્વ ધરાવે છે અને જણાવે છે! ગ્રંથકારના આ આગ્રહ છે કે વિદ્વાનોએ-સજ્જનોએ તેઓની આ વૈરાગ્યને જાગ્રત કરનારી કૃતિ “પ્રશમરતિ” નો અનુકંપાથી પણ સ્વીકાર કરવો જ જોઈએ; તે આગ્રહને હજુ પણ વધુ કરતાં કહે છે :
कोऽत्रनिमित्तं वक्ष्यति निसर्गमतिसुनिपुणोऽपि वाद्यन्यत् । दोषमलिनेऽपि सन्तो यद् गुणसारग्रहणदक्षाः || ९ ||
અર્થ : સ્વાભાવિક મતિથી ખુબ કુશળ મનુષ્ય પણ (વાઘચંત પદના હિસાબે “વાદી” પણ) અહીં સજ્જનોના સૌજન્યના વિષયમાં બીજું ક્યું કારણ કહેશે? અર્થાત્ સુનિપુણ વ્યક્તિ પણ સ્વભાવ સિવાય બીજું કંઈ કારણ બતાવવા સમર્થ નથી. સજ્જનોનો એ સ્વભાવ જ છે કે પરગુણોનું ઉત્કીર્તન કરવું અને પરદોપ કહેવામાં મૂંગા રહેવું. બીજાના દોષયુક્ત વચનમાં પણ સજ્જનો ગુણ ગ્રહણ કરવામાં નિપુણ હોય છે.
For Private And Personal Use Only