________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ચન્ય કોને કહેવાય?
૨૫૧ હે મુનિરાજ, તમારે જે નિર્ઝન્ય બનવું છે તો તમારે સર્વ પ્રથમ આ પ્રબલ નિર્ધાર કરવો પડશે, કે “મારે આત્માને કર્મોના બંધનોથી મુક્ત કરવા જ છે. એ માટે હું સતત અને સખત પુરુષાર્થ કરીશ.”
બીજી વાત- તમારે તમારા હૃદયને ક્યારે પણ માયાવી નહીં બનવા દેવાનું, એટલે કે બાહ્યરુષ્ટિએ તમે કર્મોનો નાશ કરવાનો પ્રયત્ન કરતા હો, પરંતુ તમારા હૃદયમાં જો લોકોનાં માન-સન્માન મેળવવાની, લોકોની પ્રશંસા સાંભળવાની ઇચ્છા રહે છે તો હૃદય માયાવી કહેવાય. બાહ્ય રીતે તમે નિરતિચાર ચારિત્ર પાળતા હાં, પરંતુ જો મનમાં દેવલોકનાં દિવ્ય સુખો મેળવવાની કામના રહેલી છે તો હૃદય માયાવી કહેવાય. તમારે હૃદયને માયારહિત બનાવીને કર્મોનો જ નાશ કરવા ઉદ્યમશીલ બનવાનું છે.
તમારો એ ઉદ્યમ પણ માયારહિત હોવો જોઈએ. એટલે કે મન-વચન કાયાથી તમામ શક્તિ લગાવીને ઉદ્યમ કરવાનો છે. આત્મવંચના ન થઈ જાય, એની પૂરી તકેદારી રાખવાની છે. એના માટે તમારે ખાસ તો શાતા-ગારવથી બચવાનું છે. “શાતાગારવ' એટલે સુખશીલતા. આ સુખશીલતા તમને જે વળગી તો “આત્મવંચના” થઈ જતાં વાર નહીં લાગે. હું યથાશક્તિ મોક્ષપુરુષાર્થ કરું છું,’ આવી માન્યતામાં તમે રહેશો અને મહાન પરા પાર્થ નહીં કરી શકો. એવી રીતે ક્યારેક, ઋદ્ધિ-ગારવ પણ ખતરનાક બની જાય છે. ઉગ્ર ધર્મપુરૂષાર્થ દ્વારા આત્મલબ્ધિઓ...આત્મશક્તિઓ પ્રગટ કરવાની ઈચ્છા ક્યારેક સાધકને પછાડે છે. હું દિવ્યશક્તિઓથી દુનિયાને ચકિત કરી દઉં...મારું નામ ઇતિહાસમાં અમર થઈ જાય...' આવી ભૌતિક ઇચ્છાઓ તમારા હૃદયને માયાવી બનાવી ન દે, એ માટે તમારે પ્રતિ ક્ષણ જાગ્રત રહેવું પડશે,
નિગ્રંથ બનવા માટે, કર્મોનો નાશ કરવો અનિવાર્ય છે. પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરવાનો અને નવા કર્મ ન બંધાય તે માટે મન-વચન-કાયાના યોગોને પવિત્ર રાખવા અત્યંત જરૂરી છે. તમે નિરર્થક વિકલ્પોથી મનને મુક્ત રાખો, દિવસમાં થોડી ક્ષણો માટે “નિર્વિકલ્પ' વિચારરહિત બનવાનો અભ્યાસ કરો. એ માટે જેમ બને તેમ ઓછું બોલો. વધુ સમય મન રહેવાનો અભ્યાસ કરો. સ્ત્રીકથા, ભોજનકથા, રાજ કથા અને દેશકથા તો ક્યારેય કરી જ નહીં. આવો મનોનિગ્રહ અને ઇન્દ્રિયસંયમ તમે ત્યારે જ રાખી શકશો કે જ્યારે તમારી પાંચ ઇન્દ્રિયોને દુનિયાના વિષયો સાથે જોડાવા નહીં દો, ઇન્દ્રિયોને એના પ્રિય-અપ્રિય વિષયોમાં રમવા ન દો. વધુ ને વધુ “કાયસલીનતા કેળવા, શરીરની સ્થિરતા કેળવો.
For Private And Personal Use Only