________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
૪૮
એના કરતાંય વધુ ઊંડાં અને વધુ વ્યાપક આ મમત્વનાં અને અહંત્વનાં મૂળ આત્મભૂમિમાં રહેલાં છે.
મમત્વની વાસના કોઈ એક પ્રકારની છે? આ મારું'-કેટલા વિષયોને આવરીને પડેલી વાસના છે? ‘સ્વજનો મારા, પરિજનો મારા, ધન-સંપત્તિ મારી.... અને શરીર મારું!' જેને-જે પદાર્થને ‘મારો' માન્યો તેનું મમત્વ બંધાયું! આવાં વિવિધ મમત્વોમાંથી માયા ઉત્પન્ન થાય છે, લોભ ઉત્પન્ન થાય છે. જેને ‘મારું’ માન્યું તેને મેળવવાનો લોભ! તેની રક્ષા માટે માયા!
મૂળ બતાવી દીધું, હવે તેને રાખવું કે કાપવું, તે આપણી ઇચ્છા પર નિર્ભર છે. ક્રોધ અને માનનું મૂળ છે અહંત્વ. ‘હું' -પણાનો ખ્યાલ કેટલો ખતરનાક છે? ‘તું નીચ, મને ગાળ દે છે? તું અધમ, મને મારવા આવ્યો છે?’ આ ક્રોધ ભભૂક્યો! ‘મારું અપમાન? મને તું શું સમજે છે ?’ આ અભિમાન પ્રગટ્યું! ‘અહમ્'ની કલ્પનામાંથી ક્રોધ અને માન જન્મે છે; માટે ક્રોધ અને માનનું મૂળ છે અહંકાર.
મમકારને ‘રાગ’ કહી શકાય. અહંકારને ‘દ્વેષ' કહી શકાય.
આ ‘અહમ્’ અને ‘મમ’ એ મોહરાજાનો મહામંત્ર છે! આ મહામંત્રથી તો મોહરાજાએ સમગ્ર વિશ્વને આંધળું બનાવી દીધું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘જ્ઞાનસાર’ માં કહ્યું છે :
'अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत्'
શ્રી ઉમાસ્વાતિ ભગવંતે ‘અહંમમ' ને કષાયોનાં મૂળ કહ્યાં, ઉપાધ્યાયશ્રીએ ‘અનં-મમ' ને મોહનો મંત્ર બતાવ્યો છે! આ બે રાગ અને દ્વેષનાં જ બે નામ. અર્થાત્ કષાયોનું મૂળ છે- રાગ અને દ્વેષ. આ રાગ અને દ્વેષનાં મૂળ આત્મભૂમિના પેટાળમાં પથરાયેલાં છે...... એવાં સુદૃઢ થયેલાં આ મૂળ છે કે એને ઉખેડી નાંખવા તે સરળ કામ નથી, જલદી પતે તેવું કામ નથી.
જ્યાં સુધી રાગ-દ્વેષનાં મૂળ જામેલાં છે, ત્યાં સુધી કષાયોનાં વિષવૃક્ષો પણ ફૂલેલાં-કળેલાં છે! મમત્વ અને અહંત્વની વાસનાઓ જ્યાં સુધી પ્રબળ છે, ત્યાં સુધી કષાયો પ્રબળ રહેવાના જ; માટે મમત્વ અને અહંત્વની વાસનાઓ ખોદી ખોદીને બહાર ફેંકી દેવી જ પડશે; તો જ કષાયોનો નાશ થઈ શકશે. કષાયોને છેડવાની જરૂર નથી. રાગ અને દ્વેષ પર જ સતત અને સખત પ્રહારો કરો, કષાયો સ્વતઃ જ ઢળી પડશે. કષાયોને નામશેષ ફરી નાખવા માટે રાગ-દ્વેષઅહંત્વ અને મમત્વને મારવાં પડશે.
For Private And Personal Use Only