________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને દ્વેષ
૪૭
સીધો જ નરકમાં નહોતો પહોંચાડી દીધો? માયાએ રૂક્મીરાજાનેં હૃદયના અશુભભાવ છુપાવવાનો ઉપદેશ નહોતો આપ્યો? ન૨ક અને તિર્યંચાદિ ગતિઓમાં અને નથી ભટકાવી? લોભે મમ્મણશેઠને કૃપણતાના પાઠ નહોતા ભણાવ્યા? રૌદ્રધ્યાન શિખવાડી તેને સાતમી નરકમાં નથી વળાવી આવ્યો?
ક્રોધના આદેશાં, અભિમાનની પ્રેરણાઓ, માયાની શિખામણો અને લોભની લાલચોમાં ફસાયેલા.... ભ્રમિત થયેલા જીવો, હિંસા-જૂઠ આદિ દુષ્ટ આચરણના ભયાનક માર્ગ પર ચાલે છે અને નરક-તિર્યંચ-ગતિના ભીષણ સંસારમાં ફેંકાઈ જાય છે.... અનંત યાતનાઓ સહન કરતા જીવો પ્રત્યે એ ક્રોધ-માન-માયાલોભને જરાય દયા આવતી નથી; માટે ઓળખી લેજો એમને!
રાગ અને દ્વેષ
ममकाराहंकारावेषां मूलं पदद्वयं भवति । रागद्वेषावित्यपि तस्यैवान्यस्तु पर्यायाः ।। ३१ ।।
અર્થ : ક્રોધાદિનું મૂળ બે પદ છે : મમકાર (મમત્વ) અને અહંકાર (ગર્વ), તેના (મમકાર અને અહંકારના) જ રાગ અને દ્વેષ બીજા પર્યાય છે.
વિવેચન : ક્રોધાદિ કાર્યોના કટુ વિપાકો જાણીને કકળી ઊઠેલો જીવાત્મા, એ કષાયોને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેવા તત્પર બને છે ત્યારે તે કષાયોનું મૂળ શોધે છે. મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાથી પુનઃ તે આત્મભૂમિમાં ઉત્પન્ન જ ન થાય. મૂળ સલામત રહે અને ઉપર-ઉપરથી કાપી નાંખવામાં આવે, તો ફરીને ક્યારે પણ એ ઊગ્યા વિના ન રહે.
અર્થાત્ અલ્પકાળ માટે ક્રોધ નહીં કરવાથી, માન નહીં ધરવાથી, માયા નહીં આચરવાથી કે લોભ નહીં કરવાથી કામ નહીં ચાલે; માત્ર એ કષાયોનો ‘ઉપશમ' કરવાથી આત્મા અકષાયી નહીં બની શકે. તેનાં તો મૂળિયાં જ ઉખેડી નાંખવાં પડશે! માટે અહીં ગ્રંથકાર મહાપુરુષ આપણને ‘મૂળ’ બતાવે છે.
મમકાર અને અહંકાર!
આ છે કપાર્યાનું મૂળ!
માયા અને લોભનું મૂળ છે મમકાર અને ક્રોધ-માનનું મૂળ છે અહંકાર. આ મમત્વ અને અહંત્વનાં મૂળ આત્મભૂમિના ઊંડાણમાં પથરાયેલાં છે. વડના વૃક્ષનાં મૂળ જોયાં છે? કેટલાં ઊંડાં અને કેટલાં ભૂમિમાં પથરાયેલાં હોય છે?
For Private And Personal Use Only