________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ર
પ્રશમરતિ - જેનાગમોમાં સુર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્ર-તારાને પરિભ્રમણશીલ કહેવામાં આવેલા છે. “ચન્દ્રનું વિમાન' કહેવામાં આવ્યું છે. ચન્દ્રનું વિમાન જે ઊંચાઈએ આકાશમાં પરિભ્રમણ કરે છે એની આસપાસ] તેનાથી થોડી નીચી સપાટીએ રાહુનો ગ્રહ પરિભ્રમણ કરે છે. જેમ જેમ રાહુનું વિમાન ચન્દ્રના વિમાનની નીચે આવતું જાય છે તેમ તેમ ચન્દ્ર ઢંકાતો જાય છે. જે દિવસે ચન્દ્ર સંપૂર્ણ ઢંકાઈ જાય છે, તે દિવસને “અમાસ' કહેવામાં આવે છે. તે પછી રાહુની ગતિમાં ફરક પડે છે અને ચન્દ્ર રાહુથી મુક્ત થતો જાય છે. જ્યારે સંપૂર્ણ મુક્ત થાય છે, ત્યારે તેને પૂર્ણચન્દ્ર કહેવામાં આવે છે. પરંતુ તે પછી બીજા જ દિવસથી રાહુ તેની નીચે આવવા માંડે છે અને ધીરે ધીરે પંદર દિવસમાં તો સંપૂર્ણ ગ્રસી લે છે!
વીતરાગ બનેલા આત્માને પૂર્ણચન્દ્રની જ ઉપમા આપવામાં આવી છે, તે એકદેશીય છે. મોહનીય કર્મનો નાશ કર્યા પછી ક્યારેય આત્માને મોહનીય કર્મ આવરતું નથી! રાહુ તો ફરી ફરીથી ચન્દ્રને આવરે છે! મોહનીય કર્મ ફરીથી આત્માને આવરી શકતું નથી. વીતરાગ આત્મા નિત્ય-સ્થિર પૂર્ણચંદ્ર જેવો હોય છે!
પ્રશ્ન : કારિકામાં પતિતમોë કહ્યા પછી નિરંતવત્નેશ કહેવાની શી જરુર? મોહનો નાશ થઈ જતાં ક્લેશ |કષાયો| નો નાશ થઈ જ જતો હોય છે.
ઉત્તર : ક્રોધાદિ કષાયોની પ્રબળતા અને દુર્દમતા બતાવવા માટે એનો જુદો નિર્દેશ કર્યો છે. ગ્રન્થરચનાની એક પદ્ધતિ છે. જે વાત ઉપર વજંન આપવું હોય તેનો પુથફ નિર્દેશ કરવામાં આવે છે. દર્શન-મોહનીય કર્મની પ્રબળતા કરતાં ચારિત્ર-મોહનીય કર્મની પ્રબળતા વિશેષ હોય છે. ચારિત્ર-મોહનીય કર્મનો નાશ કરવા આત્માને પ્રબળ પુરુષાર્થ કરવો પડતો હોય છે.
અલબત્ત, બારમા ગુણસ્થાનકનો કાળ તો માત્ર અત્તમુહૂર્તના જ બે ઘડીનો) હોય છે, છતાં એ બે ઘડી આત્માને પૂર્ણચન્દ્રની શોભા આપે છે. હજુ એ સર્વજ્ઞ નથી બન્યો હોતો, છતાં સર્વજ્ઞ જેવો જ શોભે છે.
ચિત્તને સ્થિર કરીને, ઊંડા ધ્યાનમાં ગરકાવ બનીને.બારમાં ગુણાનકના એ વીતરાગ મહાત્માને જોવાનો પ્રયત્ન તો કરજો! પૂર્ણચન્દ્રની કલ્પના કરીને, એ મહાત્માની સમરસભરેલી મુખમુદ્રા જોજો...અપૂર્વ શીતળતાનો અનુભવ
થશે.
For Private And Personal Use Only