________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષ નહીં તો દેવલોક
૪૯૧
નાશ થઈ જાય એટલે મોક્ષમાં અવ્યાબાધ સુખ હોય. નિરૂપમ સુખ હોય છે,
દુઃખનાં બે કારણો, બે માધ્યમ હોય છે : ૧, શરીર અને ૨. મન. આ બે માધ્યમોથી દુઃખ બે પ્રકારનાં હોય છે : શારીરિક અને માનસિક, મન વિનાના જીવોને માત્ર શારીરિક દુઃખ હોય છે. મનવાળા જીવોને શારીરિક અને માનસિક બંને દુઃખ હોય છે. કારણ કે સંસારમાં જે જીવને મન હોય તેને શરીર હોય જ. શરીર હોય તેને મન હોય પણ ખરું અને ન પણ હોય.
મુક્તાત્માને નથી હોતું શરીર કે નથી હોતું મન! પછી એમને એકેય દુ:ખ કેવી રીતે હોય? ન જ હોય. દુ:ખાભાવરૂપ સુખ, મુક્તાત્માઓને હોય છે.
આ સુખને અનુમાન-પ્રમાણથી કે ઉપમાન-પ્રમાણથી સિદ્ધ કરી શકાય એમ નથી. આ વિશ્વમાં એવું કોઈ પ્રસિદ્ધ લિંગ નથી કે જેના બળે અનુમાનથી સિદ્ધના સુખને સિદ્ધ કરી શકાય. દુનિયામાં એવી કોઈ ઉપમા નથી કે જેનાથી મુક્તના સુખને સિદ્ધ કરી શકાય! માટે કહ્યું કે ‘મુક્તાત્માને દુઃખનાં કારણભૂત મન અને શરીર નથી હોતાં માટે તેમને દુઃખ ન જ હોઈ શકે...સુખ જ હોય.'
મોક્ષ નહીં તો દેવલોક!
यस्तु यतिर्घटमानः सम्यक्त्वज्ञानशीलसम्पत्रः । वीर्यमनिगूहमानः शक्त्यनुरूपप्रयत्नेन ।। २९७ ।।
संहननायुर्बलकालवीर्यसम्पत्समाधिवैकल्यात् । कर्मातिगौरवाद्वा स्वार्थमकृत्वोपरममेति । । २९८ ।।
सौधर्मादिष्वन्यतमकेषु सर्वार्थसिद्धिचरमेषु ।
स भवति देवो वैमानिको महर्द्धिद्युतिवपुष्कः ।। २९९ ।।
અર્થ : જે સાધુ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રથી સંપન્ન હોય છે, પોતાની શક્તિને ગાપચ્યા વિના શક્તિ અનુસાર જે પ્રવચનોક્ત સંયમના પાલનમાં પ્રયત્નશીલ રહે છે,
પરન્તુ| સંચયણ, આયુષ્ય, બળ, કાળ, વીર્ય, સંપત્તિ, ચિત્તસ્વસ્થતાની વિકલતાના કારણે તથા કર્મોની પ્રચુરતા (નિકાચિત કર્મ) ના કારણે સ્વાર્થ (સકલ કર્મક્ષય) સાધ્યા વિના મરી જાય છે,
તે સાધુ સાધર્મ દેવલોકથી માંડીને સર્વાર્થસિદ્ધ (અનુત્તર દેવલોક) સુધીના ગમે તે દેવલાંકમાં મહાનુ ઋદ્ધિવાળો, ધુતિવાળો અને મહાન શરીરવાળાં વૈમાનિક દેવ થાય છે.
For Private And Personal Use Only