________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનીત બનો
૧૧૫ હૃદને ગમી જાય તેવી પ્રિય વાણી છે તે માટે ? ધરતીથી વૈત વેંત ઉપર ચાલો છો, શા માટે? કુબેરના ધનભંડારો તમારી તિજોરીમાં છલકાયા છે, તે માટે? આટલી બધી ઉન્મત્તતા શા માટે? અનેક મિત્રોથી વીંટળાયેલા રહો છો તે માટે? આટલો ઠસ્સો અને દમામ શા માટે? કોઈ સત્તાના સિંહાસન આરૂઢ થયા છો, તે માટે?
તમે નથી શોભતા, જરાય નથી શોભતા. જનગણની આંખોમાં તમે જરાય સારા નથી લાગતા. તમે અકળાશો નહીં, તમે ઇચ્છો છો કે તમે જનસમૂહમાં શોભો! અને શોભવા માટે જ તમે અભિમાન અને અફડતીનો આશરો લીધો છે. તમે તમારા મનથી ભલે માનતા હો કે “હું શોભી રહ્યો છું, પરંતુ હું કહું છું કે તમે નથી શોભતા. હું ચાહું છું કે તમારી શોભા ખૂબ ખૂબ વધે. મહાન પુણ્યોદયે મળેલી તમારી આ વિશાળ સંપત્તિ સંસારમાં તમારી અપરંપાર શોભા વધારે, પરંતુ તે માટે તમારે તમારા જીવનવ્યવહારમાં એક પરિવર્તન કરવું પડશે. હા, એક જ પરિવર્તન. જો તમે મને ચાહો છો, મારા પ્રત્યે તમને શ્રદ્ધા છે; તો તમે મારી વાત શાન્ત ચિત્તે સાંભળો અને એના પર વિચાર કરો.
તમે વિનમ્ર બનો. સુવિનીત બનો. અભિમાન ત્યજી દો. ઉદંડતાનો ત્યાગ કરો. લોકોને એવું સમજવા દો કે તમને તમારી સંપત્તિનો ગર્વ નથી. લોકો તમારા માટે એમ બોલતા ફરે કે “જુઓ તો ખરા, આ પુણ્યશાળીને, અઢળક સંપત્તિ હોવા છતાં એમને જરાય અભિમાન છે? ગરીબ માણસો સાથે પણ પ્રેમથી વાતો કરે છે, એમની સાથે બેસે છે અને એમની પણ કદર કરે છે...” બસ, આ છે તમારી શોભા. એ ન ભૂલશો કે આ વિશ્વમાં, આ દેશમાં મોટી સંખ્યા છે ગરીબોની. તમે વસો છો એ નગરમાં પણ વધારે ગરીઓં છે. વૈભવ અને સંપત્તિ બહુ થોડા માણસો પાસે છે. તમારી સમાન કક્ષાના શ્રીમંતોની દૃષ્ટિમાં તો તમારી કિંમત છે જ નહીં. ત્યાં તો ઈષ્યની આગ જ સળગતી હોય છે. તમારી ઇજ્જત, તમારી શોભા ગરીબ અને મધ્યમ કક્ષાના મનુષ્યો વધારશે, પણ તે માટે તમારે વિનમ્ર અને વિનીત બનવું પડશે.
જેમ તમારે કોઈ મનુષ્યનો અનાદર નહીં કરવાનો, તેમ કાંઈ મનુષ્ય તમારો અનાદર કરે ત્યારે ઊકળી નહીં જવાનું મુખ પર સ્મિત રાખીને એ અનાદર વધાવી લેવાનો. “આ મારું અપમાન કર્યું.' આ વિચાર આવવાં ન જોઈએ, આવી જાય તો પણ એની અભિવ્યક્તિ ન કરવી જોઈએ. તમે જો જો પોતાનો, તમારા કુળની કેવી શોભા વધે છે! તમારું રૂપ કેવું સોળે કળાએ ખીલી ઊઠે છે! તમારી વાણી લોકો કેવી ઝીલી લે છે! તમારું યૌવન કેવો ભવ્ય
For Private And Personal Use Only