________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ દ્રવ્યોનાં કાર્ય
धर्मो मतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता | स्थित्युपकृच्चाधर्मोऽवकाशदानोपकृद्गगनम् ।।२१५ ।।
અર્થ : ગતિ અને સ્થિતિવાળાં દ્રવ્યોનું ધર્માસ્તિકાય ગતિ કરવામાં સહાયક છે, અધર્માસ્તિકાય સ્થિરતા કરવામાં સહાયક છું અને આકાશાસ્તિકાય અવકાશ આપનાર છે. વિવેચન : ધર્મ, અધર્મ અને આકાશ-આ ત્રણેય દ્રવ્યો અરૂપી છે, અમૂર્ત છે, એટલે ઈન્દ્રિયોથી આ દ્રવ્યોનું પ્રત્યક્ષ દર્શન ન થઈ શકે. આ દ્રવ્યોના અસ્તિત્વમાં અને સ્વરૂપનિર્ણય માં આગમ જ પ્રમાણભૂત છે. અલબત્ત આગમમાન્ય યુક્તિઓ પણ આ દ્રવ્યોના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
એક એવો સર્વસંમત સિદ્ધાન્ત છે કે કોઈપણ કાર્ય કારણ વિના નથી બનતું. કારણોના મુખ્ય બે પ્રકાર જૈનદર્શન બતાવે છે : ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. વિશ્વમાં ગતિશીલ અને સ્થિતિશીલ [ગતિશીલ પણ ખરા | દ્રવ્યો બે છે : જીવ અને પુદ્ગલ. ગતિ અને સ્થિતિ [ સ્થિરતા ] આ બે, દ્રવ્યોનાં કાર્ય છે. એટલે ગતિસ્થિતિનાં ઉપાદાન કારણ તા જીવ અને પુદૂગલ જ છે, પરન્તુ એનાં નિમિત્ત કારણ ધર્મ અને અધર્મ છે, અર્થાત્ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે.
6
ફાર્યની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ અવશ્યતયા અપેક્ષિત હોય છે. આ નિમિત્ત કારણ, ઉપાદાન કારણથી ભિન્ન હોય. આ રીત જીવ અને પુદ્ગલની ગતિમાં નિમિત્ત કારણ તરીકે ધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે અને જીવ-પુદ્ગલની સ્થિતિમાં નિમિત્ત કારણ તરીકે અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
ગતિપરિણત જીવાની અને પુદ્ગલોની ગતિમાં સહજ રીતે જ ધર્મદ્રવ્ય સહાયક બને છે, જ્યારે જીવ-પુદ્દગલ દ્રવ્યો ગતિશીલ ન હોય ત્યારે બલાત્કારે ધર્મદ્રવ્ય ગતિ કરાવતું નથી. એવી રીતે જ્યારે જીવ-પુદ્ગલ દ્રવ્યો ગતિશીલ હોય ત્યારે અધર્મદ્રવ્ય બલાત્કારે સ્થિતિ કરાવતું નથી. જેમ પાણીમાં મત્સ્ય ગતિશીલ હોય છે ત્યારે ધર્માસ્તિકાય એની ગતિમાં સહાયક બને છે...એ વખતે અધર્માસ્તિકાય મત્સ્યનો ઊભો રાખતું નથી!
આ જ રીતે આકાશ દ્રવ્ય સહજતાથી જીવ-પુદ્દગલાણંદ દ્રવ્યોને અવકાશ આપે છે, અથવા કહો કે જીવાદિ દ્રવ્યાને સહજતાથી અવકાશ પ્રાપ્ત થયો છે, આધાર પ્રાપ્ત થયો છે.
५४. गदिकिरियाजुत्ताणं कारणभूढं सयमकज्जं ।
'ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव । - पञ्चस्तिकाये / श्लोकः ८४/८६
For Private And Personal Use Only