________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
પ્રશમરતિ જશે! આચારાંગનાં તત્ત્વો સિવાયનો કોઈ વિચાર તમારા મનમાં નહીં ઉદ્દભવે!
વિચારો આચારપ્રેરક હોય છે. વૃત્તિમાંથી પ્રવૃત્તિ જન્મે છે! એટલે “આચારાંગના વિચારો તમને સાધ્વાચારનાં અનુષ્ઠાન તરફ લઈ જશે. તમે એ બધાં અનુષ્ઠાનોમાં ઓતપ્રોત થઈ જવાના કારણ કે એ અનુષ્ઠાનોમાં તમારી અભિરૂચિ પ્રગટવાની. જે ક્રિયામાં મનુષ્યની અભિરૂચિ પ્રગટે છે તે અનુષ્ઠાનમાં તે લીન બની શકે છે. એટલે, તમારા વિચારો અને આચાર આચારાંગમય બની જવાના! એક ક્ષણ પણ એવી નહીં રહે કે જે ક્ષણ પર આચારાંગના વિચારની કે આચારની ચોકી ન હોય! પછી પેલા કપાયો વગેરે કેવી રીતે તમારા હૃદયમાં પ્રવેશ કરી શકશે?
પ્રશ્ન : રાત ને દિવસ એક સરખા વિચારો અને એની એ ક્રિયાઓ કરવામાં કંટાળો આવે છે. વિચારો સતત એક સરખા રહી શકતા નથી.કપાય વગેરે પ્રવેશી જ જાય છે.
ઉત્તર : મહાત્મા! એમ કંટાળવાથી મોક્ષની કાંટાળી કેડીએ નહીં ચાલી શકાય. રોગને દૂર કરવા રોજ એકની એક દવા... દિવસો સુધી લો છો ને? નથી કંટાળતાને? રોજ એકનું એક અનુપાન....એકનું એક ભજન......છતાં નથી કંટાળતા. રોગનિવારણનું લક્ષ છે માટે! એમ જ તમારું લક્ષ નિર્ધારતા હોય કે “મારે મારા ચિત્તમાં કપાય, પ્રમાદ કે વિકથાઓને પ્રવેશવા નથી દેવી.” તો તમને આચારાંગ સૂત્રની વાતો.. એની એ વાતો વાગોળવામાં કંટાળો નહીં આવે. રોજ નવો આસ્વાદ અનુભવશો! રોજ એ સાધ્વાચારોનાં અનુષ્ઠાનો કરશો અને રોજ આનંદ અનુભવશો.
આચારાંગને છવાઈ જવા દો તમારા જીવનની પ્રત્યેક ક્ષણ પર! વણાઈ જવા દો તમારા પ્રત્યેક શ્વાસોચ્છવાસ સાથે! ગૂંથાઈ જવા દો તમારા મનના પ્રત્યેક વિચારોમાં! પરોવાઈ જવા દો તમારા પ્રત્યેક શબ્દમાં! ઓતપ્રોત થઈ જવા દો તમારા શરીરની એક-એક ક્રિયામાં! પછી તમે જોઈ શકશો કે કપાયો પર, પ્રમાદ પર, વિકથાઓ પર તમારો ઝળહળતો વિજય થઈ ગયો છે!
બે વાર્તાઓ पैशाचिकमाख्यानं श्रुत्वा गोपायनं च कुलवध्वाः ।
संयमयोगैरात्मा निरन्तरं व्यापृतः कार्यः ।।१२० ।। અર્થ : પિશાચની કથા અને કુલવધૂના રક્ષણને સાંભળીને સંયમયગાથી નિરન્તર આત્માને વ્યગ્ર રાખવા જોઈએ.
For Private And Personal Use Only