________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગનો પ્રભાવ
૨૦૩ જશે....સફળતાનું મધુર સ્મિત તમારા મુખ પર પથરાઈ જશે! આત્મા શાશ્વતું આનંદથી છલકાઈ જશે.
आचाराध्ययनोक्तार्थभावना-चरणगुप्तहदयस्य। न तदस्ति कालविवरं यत्र क्वचनाभिभवनं स्यात् ।।११९।। અર્થ : આચારાંગનાં અધ્યયનોમાં જે અર્થ કહેવાય છે તેના અભ્યાસપૂર્વક આચરણાથી જેનું હદય સુરક્ષિત છે, ત્યાં કાળનું એવું એક પણ છિદ્ર નથી કે જ્યાં ક્યારેય પરાભવ થાય.
વિવેચન : “મેં આચારાંગને સંપૂર્ણ ઉઠાગ્ર કરી લીધું છે, શ્રી ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ અને શ્રી શીલાંકાચાર્યની ટીકા વાંચી લીધી છે.... અવારનવાર હું આચારાંગના સૂત્રોના સ્વાધ્યાય પણ કરું છું. છતાં મને કષાય સતાવી જાય છે....પ્રમાદ ગમી જાય છે....વિકથાઓનો રસ ભાવી જાય છે અને હું નિરાશ થઈ જાઉં છું. મને મારો ઘોર પરાજય લાગે છે સાધનાના જીવનમાં.”
મુનિરાજ! તમે આચારાંગનાં સૂત્રો યાદ રાખી લીધા અને નિયુક્તિ તથા ટીકા વાંચી લીધી...એટલા માત્રથી તમે કષાય, પ્રમાદ અને વિકથાઓ ઉપર વિજય ન જ મેળવી શકો. પાયો તમને સતાવે જ! પ્રમાદ તમને બેહોશ જ રાખે અને વિકથાઓ તમને પુદ્ગલસંગી જ બનાવે! કારણ કે એ બધાને તમારા હૃદયમાં પ્રવેશવાનો સમય મળી જાય છે!
જ્યારે તમે આચારાંગનાં સુત્રોનો સ્વાધ્યાય નથી કરતા હતા, જ્યારે તમે એનું અધ્યયન કે ચિંતન-મનન નથી કરતા હતા ત્યારે એ કપાય વગેરેને તમારા હૃદયમાં પ્રવેશી જવાની તક મળી જાય છે! સમયનું છીંડું મળી જાય છે!
તમારે એક ક્ષણનું પણ છીંડું નથી રાખવાનું કે એ છીંડા વાટે કષાય વગેરે ઘૂસી જાય તમારા હૃદયમાં! પ્રતિક્ષા તમારે “આચારાંગના અર્થચિંતનમાં, અર્થાનુપ્રેક્ષામાં તમારા મનને, તમારા હૃદયને જોડેલું રાખવાનું છે. “આચારાંગના બે શ્રુતસ્કંધામાં કેટલી બધી રસપૂર્ણ વાતો કહેલી છે! કેટલી બધી તાત્વિક અને ગમી જાય એવી વાતો ગુંથેલી છે? તે બધી વાતોમાંથી કોઈ ને કોઈ વાતને લઈને તમે એનો રસાસ્વાદ કરતા રહો.
ભલે તમે આહાર કરતા હો કે વિહાર કરતા હો, તમારું મન તો એ તત્ત્વોની જ રમણતામાં મસ્ત હય, સૂત્રો તો તમને બધાં જ યાદ છે... એના સહારે તમારું ચિંતન-મનન ચાલતું જ રહેવું જોઈએ.
જેમજેમ તત્ત્વોનો અભ્યાસ વધતો જશે તેમતેમ એ તત્ત્વોની તમારા વિચારો પર વાસના બેસી જશે! તમારી સમગ્ર વિચારસૃષ્ટિ “આચારાંગ” બની
For Private And Personal Use Only