________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ
પ્રશમરતિ સ્વ-રૂપરણતા કરવામાં સરળતા રહે છે. અલબત્ત, આ આઠ અવસ્થાઓમાં કેટલીક આત્માની વિભાવ દશાઓ છે અને કેટલીક સ્વભાવ દશા છે. કપાયાત્માની અને યોગાત્માની બે અવસ્થામાં આત્મા વિભાવદશાપન્ન હોય છે. એ સિવાયની છ અવસ્થાઓ સ્વભાવદશાની છે. દ્રવ્યત્વ, ઉપયોગ, જ્ઞાનદર્શન-ચારિત્ર અને વીર્ય, આત્માના સ્વભાવગત ગુણો છે. એ ગુણ આત્મામાં રહે જ છે.
હવે એક-એક સ્વરૂપનો સંક્ષેપમાં વિચાર કરીએ :
૧. દ્રવ્યાત્મા : સર્વ જીવોમાં રહેલો “જીવત્વના પરિણામ જેમ અનાદિ પારિણામિક ભાવ છે, તેમ જીવ-દ્રવ્યમાં રહેલો ‘દ્રવ્યત્વ' નો પરિણામ પણ અનાદિ પારિણામિક ભાવ છે. જીવની સમસ્ત અવસ્થાઓમાં (નારક, તિર્યંચાદિ) જેમ જીવત્વ અનુસ્મૃત રહે છે, તેમ દ્રવ્યત્વ પણ સર્વ દ્રવ્યોમાં-તે દ્રવ્યોની સમસ્ત અવસ્થાઓમાં અનુસૂત રહે છે માટે જેમ જીવદ્રવ્યને દ્રવ્યાત્મા કહેવાય તેમ અજીવ દ્રવ્યને પણ દ્રવ્યાત્મા કહેવાય. તાત્પર્ય આ છે કે ચેતન અને અચેતન બધાં દ્રવ્યોમાં જે સ્થિર અંશ છે, જે સર્વ દ્રવ્યોની સર્વ અવસ્થામાં કાયમ રહે છે, તેને અહીં “આત્મા' કહેવામાં આવ્યો છે. જીવ જેમ દ્રવ્યાત્મા તેમ અજીવ પણ દ્રવ્યાત્મા કહેવાય.
૨. કપાયાત્મા : ક્રોધ-માન-માયા અને લોભને કપાય કહેવાય છે. કપાયોથી યુક્ત જીવોને “સકપાયી' કહેવાય. આત્માની સાથે કષાયો જ્યાં સુધી એક-મેક થઈને રહ્યા હોય ત્યાં સુધી તે આત્માન કપાયાત્મા કહેવાય.
૩. યોગાત્મા : મનોયોગ, વચનયોગ અને કાયયોગ-આ ત્રણ યોગવાળા આત્માને “યોગાત્મા' કહેવાય. યોગ એટલે વ્યાપાર, યોગ એટલે પ્રવૃત્તિ. આ ત્રણ યોગો સંસારી જીવોને હોય, મુક્ત જીવોને આ યોગ હોતા નથી.
૪. ઉપયોગાત્મા : જાણવા-જવારૂપ (જ્ઞાન-દર્શન) વ્યાપાર તે ઉપયોગ. આ ઉપયોગ સર્વ જીવોને હોય છે. ઉપયોગ' તો જીવનું લક્ષણ છે, એટલે સંસારી અને મુક્ત-સર્વ જીવો “ઉપયોગાત્મા’ કહેવાય.
૫. જ્ઞાનાત્મા : સમ્યગુદર્શનથી યુક્ત આત્માનું જે જ્ઞાનરૂપ પરિણામ, તે પરિણામવાળા આત્માને “જ્ઞાનાત્મા' કહેવાય. અર્થાતુ સમ્યગ્દષ્ટિ આત્માને જ્ઞાનાત્મા કહેવાય.
૬. દર્શનાત્મા : ચક્ષુદર્શન, અક્ષદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનથી યુક્ત (પરિણત) આત્માને ‘દર્શનાત્મા’ કહેવાય. આ અપેક્ષાએ બધા જીવો
For Private And Personal Use Only