________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયપરવશતા વેરે છે વિનાશ
૩૧
દ્વારા થતી મિષ્ટાન્ન અને માલમેવાની ભક્તિ એમણે સહર્ષ સ્વીકારી હતી. રસનાની લોલુપતામાં એવા એ ગેબી રીતે ફસાતા જતા હતા કે એમની સૂક્ષ્મબુદ્ધિ પણ તે સમજી શકી ન હતી!
ક્ષુધાનું શમન કરવા ખાવું અને તૃષાને મિટાવવા પીવું એ રસવૃદ્ધિ નથી; પરંતુ જીભના સ્વાદ કરવા.... નિરંતર એવા જ પ્રિય ભક્ષ્ય પદાર્થોનું ચિંતન કરવું, એના જ વિકલ્પ કરવા. એ પ્રિય પદાર્થો મળે એટલે રાજીના રેડ બની જવુ ને ઠાંસી ઠાંસીને ખાવું.... આ રસવૃદ્ધિ છે.
પેલા કંડરીક મુનિનું સર્વહારા પતન કેમ થયું હતું? રાજાએ એ મુનિવરના સંયમ-સહાયક દેહને નીરોગી બનાવવા રાજમહેલમાં રાખ્યા હતા..... દેહ તો નીરોગી થઈ ગયો, પરંતુ દેહને હવે પુષ્ટ કરવો હતો. તો એ સાધુજીવનની કઠોર સાધના ક૨વા શક્તિમાન બને ને! દેહને પુષ્ટ કરવા પૌષ્ટિક ને સ્વાદિષ્ટ આહાર-પાણી લેવા માંડ્યાં. જનમજનમની વાસના જાગી ઊઠી..... રસનેન્દ્રિયની લોલુપતાએ માઝા મૂકી. પરિણામ કેવું આવ્યું? સંયમજીવન ત્યજી દીધું ને દોટ મુકી રાજમહેલના રસોડા તરફ! મનગમતાં ભોજન ખૂબ કર્યાં. ઠાંસી ઠાંસી ખાધું......શૂળરોગ ઊપડ્યો..... ઘોર વેદનાઓ ઊપડી.... વાસના સાથે વેદના જોડાયેલી જ છે. મરીને સાતમી નરકે ચાલ્યો ગયો..... આથી વધુ વિનાશ સંસારમાં બીજાં કોઈ છે?
शयनासनसंबाधनसुरतस्नानानुलेपनासक्तः ।
स्पर्शव्याकुलितमतिर्गजेन्द्र इव वध्यते मूढः | १४५ ।।
અર્થ : શૈયા, આસન, અંગમર્દન, ચુંબન-આલિંગનાદિ, સ્નાનવિલેપન..... સ્પર્શનો વ્યસની, સ્પર્શ (સુખ) થી મોહિત બુદ્ધિવાળો મૂઢ (જીવ) ગજેન્દ્રની જેમ બંધાય છે.
વિમેન : પ્રાચીનકાળમાં રાજાઓ, શ્રીમંતો અને મહંતો હાથી અને ઘોડાઓ ખૂબ રાખતા, કારણ કે તેઓ ખાસ કરીને યુદ્ધમાં કામ આવતા. ‘કયા રાજા પાસે હસ્તિદળ મોટું છે? કયા રાજા પાસે અશ્વદળ મોટું છે? એના આધારે તે રાજાની શક્તિ મપાતી હતી. જેમ અત્યારે ‘હવાઈદળમાં વિમાનો અને સમુદ્રના યુદ્ધજહાજો કોની પાસે (કયા દેશ પાસે) વધારે છે?' એના આધારે એ દેશની તાકાત માપવામાં આવે છે.
રાજાઓના રાજમહેલે હાથીઓ ઝૂલતા હોય! શ્રેષ્ઠીઓની હવેલીઓના દ્વાર હાથીઓ રમતા હોય! મહંતોના મઠામાં પણ હાથીઓ શાન્ત બનીને વેદોની ઋચાઓ સાંભળતા હોય! પરંતુ તમે જાણો છો, એ હાથીઓ ક્યાં જન્મે છે? અં
For Private And Personal Use Only