________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૭૨
હાથીઓને કેવી રીતે પકડીને લાવવામાં આવે છે? ગ્રંથકાર મહાત્મા આપણને તેઓના વિશાળ જ્ઞાનનો પરિચય કરાવે છે.
હાથીને પકડનારાઓ માત્ર બળપ્રયોગથી હાથીને નથી પકડતા..... તેઓ હાથીને વશ-પરવશ કરવાનો સરળ ઉપાય શોધે છે. તે માટે તેઓ હાર્થીની નબળી કડી શોધી કાઢે છે. હાથીને હાથણીઓનો સ્પર્શ ખૂબ ગમે! જંગલોમાં લગભગ હાથી હાથણીઓના ટોળામાં જ ફરતો હોય! પાંચસો-પાંચસો હાથણીઓને એક મદોન્મત્ત હાથી તૃપ્ત કરતો હોય! હાથીને પકડવા માટે ઍની આ નબળાઈ (માનસિક)નો લાભ ઉઠાવાતો હતો.
હાથણીઓમાં પણ વેશ્યા-હાથણીઓ હોય છે. તે હાથણીઓ હાથી પ્રસન્ન કરવામાં કુશળ હોય છે. કોઈ હાથણી હાથીને પોતાના શરીરથી ઘર્સ, કોઈ હાથણી પોતાના કાનથી પંખો નાખે, કોઈ હાથણી એના પર પુષ્પો ફેંકે, પત્ર ફેકે... કાંઈ હાથણી આગળ ચાલે, કોઈ પાછળ ચાલે, કોઈ બાજુમાં ચાલે... સ્વછંદ રીતે ક્રીડા કરતા તે હાથીને પાંજરામાં લાવવામાં આવે.... બસ, પછી મહાવત અંકુશ લઈને ચઢી બેસે એના ઉપર. વારંવાર તીક્ષ્ણ અંકુશના પ્રહારોથી હાથી પરવશ બની જાય છે અને અનેક પ્રકારનાં તીવ્ર દુઃખ અનુભવે છે. હાથણીઓમાં કરાતી તીવ્ર આસક્તિ હાથીને પરવશ બનાવી દે છે.
સ્પર્શેન્દ્રિયનાં સુખોમાં આસક્ત બનેલા મનુષ્યો પણ આવી જ રીતે પરવશ બની ઘોર દુ:ખ અનુભવે છે. સ્પર્શના અસંખ્ય વિષયોમાં જ્યારે જીવ લોલુપી બની જાય છે, ત્યારે તે પોતે કેવી વિનાશની ભયાનક ખીણ તરફ ધસી રહ્યો હોય છે એનું એને ભાન રહેતું નથી.
સુશોભિત શયનગૃહમાં સુંદર મુલાયમ.... સપ્રમાણ શૈય્યામાં એને આર્બાટવું ગમે છે. મૃદુ કોમળ અને સુંવાળાં આસનો પર બેસવું ગમે છે..... સ્નાનગૃહમાં જઈ વિવિધ સુગંધી દ્રવ્યોથી શરીરનું મર્દન (માલિસ) કરાવવું ગમે છે. ચામડીને મુલાયમ (સ્મથ) રાખવી ગમે છે... પછી એને એવા જ સુકોમળ શરીરને ભેટવાની તીવ્ર ઇચ્છા જાગે છે... સુકોમળ કાયાવાળી પ્રિયાને ચુંબનો કરવાનું અને આલિંગન આપવાનું ગમે છે... અંગક્રીડા અને અનંગક્રીડામાં તે અત્યંત આસક્ત બની જાય છે... આનું પરિણામ? શું એ સ્પર્શેન્દ્રિયના વિપયોનું સતત સુખ અનુભવી શકે? શું એને એ વિષયો સતત મળતા જ રહે?
પરિણામ પૂછો પેલા લલિતાંગકુમારને... રાજાની રાણીના મોહપાશમાં જકડાયેલા એ શ્રેષ્ઠીપુત્ર રાણીના મુલાયમ દેહનો મીઠો સ્પર્શ તો કર્યો..... સ્પર્શેન્દ્રિયે ક્ષણિક સુખ તો અનુભવ્યું.... પણ પછી? જ્યારે અચાનક રાજા
For Private And Personal Use Only