________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પ્રશમરતિ થઈ ગયો! હવે મારે ગુરુની જરૂર નથી. હવે મારે જ્ઞાની પુરુષોની જરૂર નથી....... હવે મને સાધુઓના સહયોગની જરૂર નથી...' જો આમ માની લેશો તો એ ઉત્તમ પુરુષોની અવગણના કરનારા બની જશો. સ્વોત્કર્ષ અને પરોપકર્ષ સાધક મનુષ્યને પતનની ઊંડી ખીણમાં પછાડે છે. તમે જેવા ઉચ્ચ આત્મસ્થિતિવાળા નથી, જેવા જ્ઞાની નથી, જેવા આત્મસાધક નથી, તેવી ઉચ્ચ આત્મસ્થિતિવાળી. તમારી જાતને જ માની લીધી, તેવી જ્ઞાની અને આત્મસાધક તમારી જાતને સમજી લીધી તો તમે ભૂલા પડી જશો. વિનયનો ભાવ ચાલ્યો જશે, અવિનય તમને ભરડો લેશે. અને આદર અને બહુમાનના ઉચ્ચ ભાવ નાશ પામશે, અનાદર અને અભિમાન તમને ભરખી જશે.
નિરાકુલ, ઉદ્વેગરહિત સ્થિતિ તો વિનીત આત્માની હોય છે. એ ઉત્તમ આત્મા આરાધનાની મસ્તીમાં ગાઈ ઊઠે છે : ‘અબ હમ અમર ભયે! ન મરેંગે!'
આ અભિવ્યક્તિ હોય છે આત્માના શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વરૂપના સંવેદનાત્મક જ્ઞાનની! ‘મારો આત્મા તો એના શુદ્ધ સ્વરૂપમાં અજર અને અમર છે.... જન્મ અને મૃત્યુ તો કર્મ પ્રેરિત છે.” આ દિવ્યજ્ઞાન જ્યારે આત્મામાં જાગે છે, ત્યારે અપૂર્વ આનંદ થાય છે અને એ આનંદમાં ઝૂમી ઊઠતો આત્મા ગાઈ લે છે :
અબ હમ અમર ભયે ન મરેંગે!'
આ ભાવુક આત્મા તો આ દિવ્યજ્ઞાન, દિવ્યદૃષ્ટિ આપનાર ગુરુદેવ પ્રત્યે, જ્ઞાની પુરુષો પ્રત્યે અને સાધુ-મહાત્માઓ પ્રત્યે અનહદ આદરભાવવાળો હોય છે. “આ જ્ઞાન એ કૃપાવંત ગુરુજનોની કૃપાનું ફળ છે.” આવા કૃતજ્ઞ ભાવને ધારણ કરનાર હોય છે. આવો આદરભાવ અને કૃતજ્ઞભાવ ધારણ કરનાર પુણ્યાત્મા એ ગુરુદેવની, જ્ઞાનીપુની અને સાધુસંતોની સેવા અને ભક્તિ ભૂલે ખરો? એ તો સેવા-ભક્તિના અવસર શોધે.
અવિનીત શિષ્ય જે નિશ્ચિત અને નિરાકુલ બનીને ફરતા હોય છે, તેમની મસ્તી આરાધનાની નથી હોતી, પરંતુ અહંકારની હોય છે. જાણે કે મૃત્યુ પર વિજય મેળવી લીધી ન હોય, તેવા મદમાં મહાલતા તેઓ પણ ગાય
અબ હમ અમર ભયે ન મરેંગે!' અમર-અજર થઈ ગયેલાઓને પછી ગુરુની શી જરૂર? જ્ઞાનીની શી પરવા? સાધુઓની શું પડી હોય? પછી આ બધાનો આદર શા માટે? અનાદર! અનૌચિત્ય ! અને ઉદ્ધતાઈ! શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના વિષયોનો થોડો
For Private And Personal Use Only