________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ્ય-અકીય
| ૨પપ જિનશાસનની નિંદામાં ક્યારેય નિમિત્ત ન બનવું જોઈએ.
શાસ્ત્રષ્ટિએ દૂધ, દહીં, ગોળ, સાકર, મીઠાઈ વગેરે પદાર્થો લેવાનો નિષેધ નથી, પરંતુ જે સાધુ કે સાધ્વી એ પદાર્થોના સેવનથી વિકૃતિના ભોગ બનતા હોય, જેઓની ઇન્દ્રિયો ઉત્તેજિત થતી હોય, તેમના માટે એ દૂધ-દહીં વગેરે પદાર્થો અકથ્ય બને છે! ઇન્દ્રિયની ઉત્તેજના અને માનસિક વિકારો સાધના જ્ઞાન અને ચારિત્રને હણી નાંખે છે, માટે તેવા ઉત્તેજક માદક પદાર્થો અકથ્ય બને છે.
સાધુએ અને સાધ્વીએ સદૈવ આ વાત યાદ રાખવાની છે કે તેમણે પોતાનાં સમ્યગુ દર્શન, જ્ઞાન, અને ચારિત્રના વિશુદ્ધ પાલન માટે ભિક્ષા લેવાની છે. સંયમધર્મની વિભિન્ન ક્રિયાઓ જ્ઞાન-ધ્યાન, સેવા-ભક્તિ.ઇત્યાદિ સારી રીતે કરી શકાય તે માટે ભિક્ષા લેવાની છે. મન-વચન-કાયાના યોગોને સંયમસાધનામાં જોડી રાખવા માટે ભિક્ષા લેવાની છે.
એ ભિક્ષા ગ્રહણ કરતાં સાધુ વિચારે કે “આ પદાર્થો મારા મનને વિકારી તો નહીં બનાવે ને? મારી ધર્મક્રિયાઓમાં પ્રમાદ તો નહીં લાવે ને?' સાધુને તો નિરંતર મોક્ષમાર્ગે પ્રગતિ કર્યે જવાની છે. તે મોક્ષયાત્રામાં સહાયક તત્ત્વ તરીકે જ એણો ભિક્ષાને મહત્ત્વ આપવાનું છે.
પદ્રવ્ય, પરપુગલ પ્રત્યે રાગ-દ્વેષ ઓછા થતા જાય તે મોક્ષયાત્રામાં પ્રગતિ છે. શ્રમણજીવનની તમામ ધર્મક્રિયાઓ, રાગ-દ્વેષની વૃત્તિઓ નાબૂદ કરવા માટેની ધર્મક્રિયાઓ છે. “મારા રાગ-દ્વેપ ઓછા થયા કે કેમ..?' આ આંતર-નિરીક્ષણ સતત સાધુ કરતો રહે. જેવી રીતે ભિક્ષામાં કથ્ય પણ ક્યારેક અકથ્ય બને છે, એ વાત વિચારી તેવી રીતે વસ્ત્ર અને મકાનના વિષયમાં પણ કથ્ય ક્યારે અકથ્ય બને છે, તે સમજવું જોઈએ.
દા.ત. સાધુઓ કઈ ગામમાં ગયા, ત્યાં ઉપાશ્રય નથી, જેનોનાં ઘર નથી, ત્યાં એક દિવસ રહેવાનું છે, રહેવા માટે મકાન જોઈએ. સાધુઓ મકાનની ગવેષણા કરે છે. દોષરહિત મકાન મળી જાય છે. મકાનમાલિક મકાનમાં રહેવાની રજા આપે છે. પણ તે મકાનનો માલિક કસાઈ છે! મકાન એવી શેરીમાં આવેલું છે કે જે શેરીમાં એક છેડે કતલખાનું છે તો એના મકાનમાં ન રહેવાય.
દા.ત. એક ધર્મશાળા છે. સાર્વજનિક છે. એ ધર્મશાળામાં તાપસી, સંન્યાસીઓ વગેરે રહેલા છે. સાધુઓએ એવા સ્થાનમાં ન રહેવું જોઈએ. જે સાધુઓ
For Private And Personal Use Only