________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ્રવ-ભાવના
૨૦૯
ઉપાદેયનો સ્વીકાર ન કરી શક્યો. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ પાપો હું કરતો રહ્યો અને નવાં નવાં પાપકર્મ બાંધતો રહ્યો. જે પાપોનું હું આચરણ નહોતો કરતો, એ પાપોની અપેક્ષાઓ મારા હૈયે બેઠેલી રહી. પ્રતિજ્ઞાપૂર્વક મેં પાપત્યાગ ન કર્યો... આ ‘અવિરતિ’ નામનું આશ્રવ-દ્વાર ખુલ્લું રહ્યું અને એ દ્વારેથી કર્મોનાં પ્રવાહ આત્મામાં વહેતો જ રહ્યો.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો અને નિર્પ્રન્થ ગુરૂજનોનો અનુગ્રહ થયો મારા પર, મારું આત્મવીર્ય ઉલ્લસિત થયું અને મેં પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર્યો. ‘સર્વવિરતિ’ ને ધારણ કરનારો શ્રમણ બન્યો. શ્રમણ બન્યો, અવિરતિનું આશ્રવન્દ્વાર બંધ થઈ ગયું, પરંતુ પ્રમાદને પરવશ પડી ગયો. નિદ્રા અને વિકથાઓ કરવા લાગ્યો. જ્ઞાન-ધ્યાનમાં મારું મન ન જોડાયું, સ્વાધ્યાય અને વૈયાવૃત્ય આદિ સંયમયોગોમાં પ્રમાદી બન્યો. વિનય-વિવેક અને સંયમના પાલનમાં શિથિલ બન્યો. અહો...! કેટલો બધો મારો પ્રમાદ? અપ્રમત્તભાવને પામવાનું લક્ષ પણ નથી રહ્યું. અપ્રમત્ત જીવનનું આકર્ષણ પણ નથી રહ્યું. પ્રમાદી-સુખશીલ જીવન મને ગમી ગયું...કેવાં પાપકર્મ બંધાય છે, એ વાત ભૂલી ગયો. મિથ્યાત્વ અને અવિરતિના દુર્ગમ મો૨ર્ચ ઝળહળતો વિજય મેળવનારો હું પ્રમાદના મોરચે હારતો જાઉં છું. મારી આત્મભૂમિ પર કર્મશત્રુઓ અધિકાર જમાવતા જાય છે...મારે જાગ્રત બનવું જાઈએ.
મેં જાગ્રત બનીને નિદ્રા ઘટાડી દીધી, વિકથાઓ કરવી ત્યજી દીધી, પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ ઘટાડી દીધો...તપ અને ત્યાગ કરવા લાગ્યો. સ્વાધ્યાય પણ કરું છું...છતાં કષાયોનું મારા પર ગજબ પ્રભુત્વ છે! કંઈક અણગમતું થાય છે કે હું ક્રોધી બની જાઉં છું! ક્રોધની સામે ક્ષમાભાવ ટકો નથી...રોપ અને રીસ જાણે કે સ્વાભાવિક બની ગયાં છે! માન-અભિમાનનો પાર નથી. કોઈ મારું જરા સરખું ય અપમાન કરે છે તો સળગી ઊઠું છું! અભિમાનનો પાર નથી...માયા-કપટનો સાથ છોડતો નથી...મનમાં જુદું અને વાણીમાં જુદું! આચરણ એનાથી પણ જુદું! લોભદશાની પ્રબળતાએ મને માયાવી બનાવ્યો છે...આમ, ક્રોધ-માન-માયા અને લોભના કારણે અનન્ત કર્મોનો પ્રવાહ મારા આત્મામાં વહી આવે છે...મારે એ પ્રવાહને વહેલામાં વહેલી તકે રોકવો જોઈએ.
પરન્તુ રોકું કેવી રીતે? મન આર્તધ્યાન છોડે તો રોકું ને? મન આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડતું નથી. પાપ-વિચારોથી મન મુક્ત થતું નથી! પાપવિચારો કરે છે મન અને એની સજા ભોગવે છે આત્મા! પાપ વિચારો કરી
For Private And Personal Use Only