________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨.
પ્રશમરતિ 'यः उपशाम्यति अस्ति तस्याराधनं, यो नोपशाम्यति नास्ति तस्याराधनं, तस्मादात्मनोपशमितव्यम् ।'
જે ક્ષમા આપે છે, જે કષાયોને ઉપશાન્ત કરે છે તે આરાધક બને છે. જે કષાયોને ઉપશાન્ત નથી કરતો તે આરાધક નથી બની શકતો. માટે, મોક્ષમાર્ગના આરાધક બનવા, ઉપશાન્ત થાઓ!
એક વાત સતત યાદ રાખજો કે ક્ષમારહિત જીવાત્મા દયા ધર્મનું પાલન નથી કરી શકતો કે જે દયાધર્મ સર્વધર્મનું મૂળ છે. દયા-અહિંસા ધર્મનું લક્ષણ છે, ધર્મનું મૂળ છે. ક્ષમાશીલ જીવાત્મા જ સર્વજીવ-યાનું પાલન કરવા સમર્થ બને છે.
શ્રમણ તો “ક્ષમાશ્રમણ' કહેવાય છે. હમેશાં ક્ષમાની સાધના કરતો રહે, તે શ્રમણ કહેવાય. શ્રમણને સંપૂર્ણ દયાધર્મનું પાલન કરવાનું હોય છે. દયાનો આત્મપરિણામ તો જ અખંડ રહે, જો ક્ષમાનો આત્મભાવ અભંગ રહે તો! ચારિત્રધર્મ એ ઉત્તમ ધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ છે, એ ધર્મની આરાધના કરવા ક્ષમાશીલ શ્રમણ જ સમર્થ બની શકે છે.
ગમે તેવા સંયોગો ઊભા થાય, ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, તમે તમારા ક્ષમાભાવને ગુમાવો નહીં. ક્ષમાનો અમૂલ્ય ખજાનો સુરક્ષિત રાખો.
૨. મૃદુતા विनयायत्ताश्च गुणाः सर्वे विनयश्च मार्दवायत्तः। यस्मिन् मार्दवमखिलं स सर्वगुणभावत्वमाप्नोति ।।१६९।। અર્થ : સર્વે ગુણો વિનયને આધીન છે, અને વિનય માર્દવને આધીન છે. માટે) - મામાં પૂર્ણ માર્દવધર્મ હોય છે તે બધા ગુણ પ્રાપ્ત કરે છે. વિવેચન : તમારે ગુણસમૃદ્ધ બનવું છે? ગુણસમૃદ્ધ બનવાની તમારી તમન્ના છે? આત્મગુણોનો ખજાનો તમારે શોધવો છે?
તો, તમે વિનયી બનો. વિનય ગુણને આત્મસાત્ કરી લો. જે મહાપુરુષો સમ્યગુદર્શન-જ્ઞાન અને ચારિત્રની મુર્તિસમાં છે, જેઓ મોક્ષમાર્ગની આરાધનામાં સદૈવ ઉજમાળ રહે છે, તે મહાપુરુષોનો તમે વિનય કરો. તેના પ્રત્યે અહોભાવ-આદરભાવ ધારણ કરો.
For Private And Personal Use Only