________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષમા
૩૦૧
છઠ્યું. તમારું મન બેકાબૂ બની જાય છે, તમારું લોહી ગરમ થઈ જાય છે...તેની અસર તમારી વાણી પર પડે છે અને તમારા આચરણ પર પડે છે. ન બોલવાનું બોલી નાંખો છો, ન આચરવાનું આચરી દો છે...આથી તમારી માનવતા લાજે છે અને તમારી સાધુતા લાજે છે.
તમે ‘કર્મસિદ્ધાન્ત’ને સમજ્યા છૉ? ક્રોધના આવેશમાં અને વેરની ગાંઠો બાંધવામાં કેવાં કેવાં પાપકર્મ બંધાય છે, એનો તમે સ્વસ્થ મને વિચાર કર્યો છે? બંધાયેલાં એ પાપકર્મ ઉદયમાં આવે છે ત્યારે જીવાત્માને કેવાં ઘોર દુઃખો સહેવા પડે છે, એનો વિચાર કર્યો છે? શા માટે તમે ઉપશાન્ત નથી થતા? ઈર્ષ્યા, રોપ, પરિવાદ, અવર્ણવાદ...વગેરે કરીને તમારે કયું સુખ મેળવી લેવું છે? કદાચ તમે કોઈ ક્ષણિક આનંદ મેળવી લેવા ઇચ્છતા હો તો ભલે! પરંતુ તે પછી શું? નરી અશાન્તિ અને સંતપ્તિ જ ભોગવવાની ને?
ક્ષમાધર્મને આત્મસાત્ કરો. તમારા અપરાધીને પણ ક્ષમા આપો. ક્ષમાની શક્તિ પર વિશ્વાસ રાખો. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ કેવા કેવા અપરાધીને ક્ષમા આપી હતી, એ શું તમે નથી જાણતા? એવી અદ્ભુત ક્ષમા પ્રાપ્ત કરવા નીચેના પાંચ વિચારો રોજ કરો :
૧. ક્ષમા ગુણરત્નોની પેટી છે, ક્ષમાની પેટીમાં ગુણરૂપી રત્નો પડેલાં છે. હું એ પેટીને ક્યારેય ખોઈશ નહીં. એ પેટી તો મારી પાસે જ રહેશે.
૨. મારા શ્રમણજીવનના બગીચાને લીલોછમ રાખનારી ક્ષમા, એ તો પાણીની નીક છે. એ નીકમાંથી સદૈવ વહી આવતું પાણી મારા શ્રમણજીવનના બગીચાને નવપલ્લવિત રાખે છે.
૩. કોઈ જીવાત્મા મારો શત્રુ નથી. ખરેખર, મારાં શત્રુ તો મારાં પોતાનાં કર્મો જ છે. જીવો તો નિમિત્ત-માત્ર છે. મારા પાપકર્મ જ મારું બગાડે છે...એ પાપકર્મોનું ઉપાર્જન કરનાર હું પોતે છું!
૪. હું બીજાના દોષો જોઉં છું, બીજા જીવોની ભૂલો જોઉં છું...માટે મને એ જીવો પ્રત્યે દુર્ભાવ, દ્વેષ થાય છે...હવે હું બીજા જીવાના દોષ નહીં જોઉં. એમના ગુણો જોઈશ અને મારા પોતાના દોષ જોઈશ.
૫. હું ક્ષમાધર્મમાં સ્થિર થાઉં છું. ક્ષમા મને પાપકર્મોનાં બંધનથી બચાવશે. મારાં પાપકર્મોની નિર્જરા થશે. ક્ષમાથી હું સર્વ જીવો સાથે મૈત્રીનો સંબંધ બાંધીશ. ક્ષમાની સોડમાં હું સમતામૃતનું પાન કરીશ.
શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે :
For Private And Personal Use Only