________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪.
પ્રશમરતિ ખાલી કરીને ચાલ્યા જાઓ. મેં તમને એક દિવસ માટે જ ઉતાર આપ્યો હતો, તમે બે દિવસે પણ ઘર ખાલી નથી કરતા....' બુદ્ધિમાન શ્રમણ આ દૃશ્ય જુએ છે અને ગૃહસ્થના શબ્દો સાંભળે છે. એ મનોમન નિર્ણય કરે છે કે ગૃહસ્થના ઘરમાં, જેટલા દિવસની અનુમતિ ગૃહસ્થ આપી હોય, એટલા જ દિવસ રહેવું જોઈએ.” ગૃહસ્થના રોષનું કારણ તેઓ સમજી ગયા.
૨. એક શ્રમણ નગરના મહોલ્લાઓમાં ભિક્ષા માટે પરિભ્રમણ કરી રહ્યા હતા. એક ઘરના આંગણામાં ઘરનાં સ્ત્રી-પુરુષો એક બાવા પર ગુસ્સે ભરાયાં હતાં. “તને જેટલી ભિક્ષા આપવી હતી એટલી આપી દીધી, વધારે નહીં મળે. ચાલ્યો જા. બાવો ખસતો ન હતો. છેવટે ઘરના માલિકે કહ્યું : “તું નહીં જાય તો પોલીસ બોલાવીને તેને કઢાવીશ....” શ્રમણે લોકમાનસને પરવું. ‘ગૃહસ્થને જરાય દુખ થાય એ રીતે બળાત્કારથી ભિક્ષા ન લેવી જોઈએ.”
૩. એક શ્રમણે એક સદગૃહસ્થના દ્વારે જઈ કહ્યું : “મહાનુભાવ, અમારે એક રાત પસાર કરવા જગા જોઈએ છે, તમારું મકાન મોટું છે, અમને થોડી જગા આપશો? અમે દસ શ્રમણો છીએ. મકાન માલિકે કહ્યું : “મહારાજ, હવે હું કોઈ સાધુ-સંતોને જગા નહીં આપે. કારણ કે થોડા દિવસ પહેલાં મારે ત્યાં રહેલા સંતોએ મારા જ આઠ વર્ષના દીકરાને ભરમાવ્યો અને સાથે લઈ ગયા....એને એ સાધુઓ દીક્ષા આપવાના હતા, અમે જઈ પહોંચ્યા અને છોકરાને પાછો લઈ આવ્યા...' શ્રમણ સમજી ગયા, લોકો કેવી રીતે રોષે ભરાય છે તે !
૪. એક ગૃહસ્થ સવારમાં જ રાડો પાડીને ગાળો બોલી રહ્યો હતો, કારણ કે કોઈ માણસ એના મકાનની ભીંત પાસે જ વડીનીતિ' કરી ગયો હતો.....ત્યાંથી પસાર થતા સાધુએ એ ગૃહસ્થનાં કઠોર અને બીભત્સ વચનો સાંભળ્યાં. તેઓ સમજી ગયા કે ગૃહસ્થ શાથી ગુસ્સે થયો છે.
૫. બહાર ગામથી આવેલા એક સગૃહસ્થ મને કહ્યું : “મહારાજ સાહેબ, અમારા ગામમાં અમારું ઘર એક ધર્મસ્થાનકની પાસે છે. એ ધર્મસ્થાનકમાં રહેલા સંતો અમારા ઘેર દિવસમાં ત્રણ વાર ભિક્ષા લેવા આવે છે. મારી પત્ની સાધુઓ પ્રત્યે ભક્તિવાળી છે, પણ હું એને ગાંડી ભક્તિ માનું છું. પરિવારનો વિચાર કર્યા વિના તે સાધુઓને ભિક્ષા આપે છે.....પાછળ અમે સહુ હેરાન થઈએ છીએ..' એના શબ્દોમાં પત્ની પ્રત્યે અને સાધુઓ પ્રત્યે રોષ હતો, એ રોષનું કારણ હું સમજી ગયો!
For Private And Personal Use Only