________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
પ્રશમરતિ વિવેવન : ભીષણ ભવનમાં ભટકાવનારાં કમાં શાનાથી બંધાય છે, એ વાત ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ગ્રન્થકારે કહી છે અથવા રાગ અને દ્વેષથી હણાયેલું મન, સિવાય કર્મબંધ, બીજો કોઈ લાભ ખાટતું નથી. આ વાત ગ્રન્થકારે સચોટ શબ્દોમાં કહી છે.
કોઈપણ વિષયમાં મન ગયું, એ વિષય પર રાગી થયું કે હેપી થયું. કર્મોનાં બંધનોથી આત્મા બંધાયો સમજો. તમે કદાચ કહેશો રાગી કે હેપી મન થાય અને કમોંથી આત્મા બંધાય આવું કેવી રીતે બને? હા, એવું જ બને છે. વિષયરાગી બને મન, વિષયષી બને મન અને કર્મોથી લેપાય આત્મા! કારણ કે મન અને આત્માનો સંબંધ છે. મન તો આત્માનું જડ યંત્ર છે! આત્માએ જ એ યંત્ર વિચારો કરવા બનાવેલું છે, યંત્રમાંથી ખરાબી ઉત્પાદન થાય તો નુકસાન એના માલિકને જ થાય છે? મનનો માલિક આત્મા છે. એટલે મનના વિજયરાગનું અને વિયેષનું નુકસાન ‘કર્મબંધ આત્માને ભોગવવું જ પડે.
હા, હજુ જો બીજો કોઈ મોટો લાભ થતો હોય તો થોડું નુકસાન સહન કરી લેવાય. એ વ્યાપારિક બુદ્ધિ છે; પરન્તુ બીજા કોઈ જ નાના કે મોટા લાભ વિના જ નુકસાન કરતો જ રહે તો? નિર્ધન, દરિદ્ર અને ઘરબાર વિનાનો જ થઈ જાય ને?
ઇષ્ટ વિષયોમાં રાગ કરવાથી અને અનિષ્ટ વિષયોમાં હેપ કરવાથી તમને કોઈ લાભ થયો છે? કોઈ જીવને થયો છે? ‘લાભનો અર્થ સમજો છો ને? આત્તર-બાહ્ય સુખની પ્રાપ્તિ. સારા શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ પ્રત્યે રાગી બનીને કહ્યું સુખ મેળવ્યું? ક્ષણિક આનંદ! ઘડી-બે ઘડી મોજમજા! થોડાક દિવસો, મહિના કે વર્ષો સુધી સુખભોગ, આ જ લાભ ને? આને જ તમે લાભ કહો છો ને?
ભાગ્યશાળી! આ બધા લાભ તો સંધ્યાના રંગોની જેમ વિલાઈ જશે, પછી શોક, સંતાપ અને ઉદ્વેગમાં, આધિ, વ્યાધિ અને ઉપાધિમાં એવા રોળાઈ જશો કે પેલા લાભ તમને આશ્વાસન આપવા પૂરતા પણ યાદ નહીં આવે. પરલોકમાં તો, બાંધેલાં પાપકમના ઉદયે ઘોર અને રૌદ્ર કોટિનાં દુઃખો જ ભોગવવાનો રહેશે.
‘કર્મબંધ' એ મોટું નુકસાન છે', આ વાત જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી રાગ અને દ્વેપ કરવાના ઓછા થાય નહીં. કેવા રાગ-દ્વેષથી કેવા કેવા કર્મ બંધાય છે અને એ બંધાયેલાં કર્મોના કેવા કેવા વિપાક ભોગવવા પડે છે, આ વિજ્ઞાનનું તલસ્પર્શી ને હૃદયસ્પર્શી અધ્યયન કર્યા વિના વિપયરાગ ને વિષયકૅપ કરતું મન. નહીં જ અટકે.
For Private And Personal Use Only