________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
પ્રશમરતિ શાસ્ત્રના અધ્યયન-પરિશીલનમાં, વાંચન-મનનમાં, લેખન અને પ્રવચનમાં ઓતપ્રોત રહેનાર સાધક આત્મા-મનનાં તમામ દુઃખો અને દ્વન્દ્રોથી મુક્ત થાય છે.
જે શ્રમણ, શ્રમણીઓ અને મુમુક્ષુઓ શાસ્ત્રના અધ્યયન વગેરેમાં મનવચન-કાયાથી જોડાયેલા નથી રહેતા, તેઓ ભલે તપ કરે, ત્યાગ કરે, ધર્મક્રિયાઓ કરે, છતાં તેઓ માનસિક અશાંતિ અને દુઃખોથી મુક્ત નથી થઈ શકતા.
જે સાધકો માત્ર શાસ્ત્રોનું અધ્યયન કરે છે, અર્થાત્ અમુક સમય પૂરતું જ અધ્યયન કરે છે અને એ સિવાયના સમયમાં પ્રમાદ સેવે છે, તેઓ મનનાં દુઃખો-ક્લેશોથી મુક્ત થઈ શકતા નથી.
જે સાધકો શાસ્ત્રોને માત્ર યાદ કરી લે છે, કંઠસ્થ કરી લે છે પરંતુ અર્થજ્ઞાન પ્રાપ્ત નથી કરતા, શાસ્ત્રોની અનુપ્રેક્ષા નથી કરતા તે સાધકો મનના લેશોથી મુક્ત નથી થઈ શકતા.
જે સાધકો શાસ્ત્રોનું અધ્યયન કરીને અનુપ્રેક્ષા કરીને, ચાર ધર્મકથા નથી કરતા, અર્થાત્ પોતાની વાણીને શાસ્ત્રોપદેશમાં નથી પ્રવર્તાવતા તેઓ મનનાં દુઃખોથી મુક્ત નથી થઈ શકતા.
તે સાધકે મનના ક્લેશ, સંતાપો અને વિખવાદોથી મુક્ત થવું હોય તો તેણે શાસ્ત્રોની દુનિયામાં વસી જવું જોઈએ. શાસ્ત્રો, જીવાત્માઓને દુઃખોથી બચાવે જ છે, એમાં કોઈ શંકા નથી. એટલે તો પરમાત્મા મહાવીર સ્વામીએ કહ્યું : "જ્ઞાસમો તવો નધેિ : સ્વાધ્યાય-સમાન બીજો કોઈ તપ નથી! સ્વાધ્યાય એટલે શાસ્ત્રાભ્યાસ. શાસ્ત્રાભ્યાસ અપૂર્વ તપશ્ચર્યા છે. આ તપશ્ચર્યા કરનાર મનુષ્યનાં તન-મનનાં દુઃખો નાશ પામે છે, કર્મબંધનો નાશ પામે છે.
આવાં શાસ્ત્રો પ્રત્યે આદર અને અહોભાવ જોઈએ, માટે પ્રાચીનઅર્વાચીનકાળમાં શાસ્ત્રોને સોનાની શ્યાહીથી, ચાંદીની શ્યાહીથી પણ લખાવવામાં આવે છે. તામ્રપત્ર ઉપર આ શાસ્ત્રોને કોતરાવવામાં આવે છે. મોટાં મોટાં જ્ઞાનમંદિરો બંધાવીને તેમાં શાસ્ત્રોને સુરક્ષિત રાખવામાં આવે છે. દુઃખોથી બચાવનાર તત્ત્વને જાળવી રાખવું જ જોઈએ.
આવાં શાસ્ત્રોનો મહિમા સમજીને દિન-રાત એ શાસ્ત્રોના અધ્યયનાદિમાં રહીન, અપૂર્વ જ્ઞાનાનન્દ અનુભવતા રહેવાનું છે.
For Private And Personal Use Only