________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ.
પ્રશમરતિ દેશ-કાળ આદિ દરેક જીવાત્માને સમાન પ્રાપ્ત હોતાં નથી, એવી રીતે આત્તર કારણોમાં કર્મોનાં આવરણોની વિવિધતા મુખ્ય હોય છે. આત્તર ઉત્સાહ આદિની વિવિધતા પણ હોય છે. આ કારણોના લીધે જીવાત્મા જુદા સમયે જુદી જુદી બોધક્રિયા કરતો હોય છે, બાંધની વિવિધતા આપણે અનુભવીએ છીએ.
આ બોધક્રિયાની વિવિધતાનું વિભાગીકરણ આ આઠ અને ચાર વિભાગોમાં કરવામાં આવ્યું છે. મુખ્ય બે વિભાગ કર્યા છે. ૧, સાકાર-ઉપયોગ અને ૨. નિરાકાર ઉપયોગ.
સાકાર-ઉપયોગના બે વિભાગ કરવામાં આવ્યા છે. ૧. જ્ઞાન અને ૨. અજ્ઞાન.
જ્ઞાનના પાંચ ભેદ આ પ્રમાણે છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન.
અજ્ઞાનના ત્રણ ભેદ આ પ્રમાણે છે : મતિ-અજ્ઞાન, છૂતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
નિરાકાર ઉપયોગના ચાર વિભાગ છે : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. પ્રશ્ન : સાકાર ઉપયોગનો અર્થ શું?
ઉત્તર : જે બોધ ગ્રાહ્ય પદાર્થને વિશેષરૂપે જાણે તેને સાકાર ઉપયોગ કહેવાય. સાકારને “જ્ઞાન' કહેવાય, “સવિકલ્પ બોધ' કહેવાય. પ્રશ્ન : નિરાકાર ઉપયોગનો અર્થ શું?
ઉત્તર : જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તેને નિરાકાર ઉપયોગ કહેવાય. નિરાકારને “દર્શન' કહેવાય, ‘નિર્વિકલ્પ બોધ' પણ કહેવાય.
ઉપરના બાર ભેદોમાંથી બે ભેદ : કેવળજ્ઞાન અને કેવળદર્શન, પૂર્ણ રીતે વિકસિત ચેતનાનું કાર્ય છે, વ્યાપાર છે, જ્યારે બાકીના દસ ભેદ અપૂર્ણ ચેતનાશક્તિનો વ્યાપાર છે. પ્રશ્ન : જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ શો છે?
ઉત્તર : સમ્યક્ત્વ સાથેનો બોધ જ્ઞાન કહેવાય, સમ્યફત્વ વિનાનો બોધ અજ્ઞાન કહેવાય. • ४०. आकारो-विकल्पः, सह आकारेण साकारः । अनाकारस्तद्वि कल्परहितः निर्विकल्पः ।
- तत्त्वार्थटीकायाम्
For Private And Personal Use Only