________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
પ્રશમરતિ
વિવનન : કોઈ પણ વિષયની અવસ્થા અવસ્થિત હોતી નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, પાંચ ઇન્દ્રિયોના આ વિષયોમાંથી કોઈ પણ વિષયની અવસ્થા સ્થાયી હોતી નથી. અવસ્થાઓ પલટાતી રહે છે. આજે શુભ અને ઇષ્ટ લાગતો વિષય કાલે અશુભ અને અનિષ્ટ પણ લાગે, આજે અશુભ અને અનિષ્ટ લાગતો વિષય બીજા દિવસે શુભ અને ઇષ્ટ પણ લાગે
ગઈકાલે જે સ્વર, જે અવાજ ઇષ્ટ લાગતો હતો, પ્રિય લાગતાં હતાં, આજે તે અનિષ્ટ અને અપ્રિય લાગી શકે છે! આજે જે સ્વર અનિષ્ટ અને અપ્રિય લાગે છે તે આવતીકાલે પ્રિય અને ઇષ્ટ લાગી શકે છે!
જેવી રીતે સારા વિષયમાં નરસા બની શકે છે અને નરસા વિષયો સારા બની શકે છે, તેવી રીતે મનડાની માયા પણ વિચિત્ર છે! મનને આજે જે ગમે તે કાલે ન ગમે! આજે જે ન ગમે તે કાલે ગમવા લાગે! રાગી અને દ્વેષી મનની પ્રિયઅપ્રિયની કલ્પનાઓ, ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ, શુભ-અશુભની કલ્પનાઓ બદલાતી રહે છે.
જેમ વિષયોની અવસ્થાઓ પરિવર્તનશીલ છે, તેમ મનના ભાવો પણ પરિવર્તનશીલ છે. માટે જાગ્રત મનુષ્ય વિપર્યા પ્રત્યે અનુરાગી ન બનવું જોઇએ, કારણ કે અનુરાગ અવસ્થાની સ્થિરતા ચાહે છે! વિષયની જે અવસ્થા પ્રત્યે અનુરાગ જન્મ્યો હોય છે, એ જ અવસ્થા તે કાયમ માટે ઇચ્છે છે.....પરન્તુ એ સંભવિત નથી! અવસ્થા બદલાતી જ હોય છે. પ્રિય અવસ્થા જ્યારે બદલાઈ જાય છે, ત્યારે મન અશાન્ત બને છે, દુ:ખી બને છે.
અવસ્થા એટલે પર્યાય. પર્યાય ઉત્પન્ન થાય અને નાશ પામે! કાયમ રહે છે માત્ર દ્રવ્ય! ઇન્દ્રિયોના વિષય બનતા હોય છે દ્રવ્યના પર્યાયો. દ્રવ્ય તો જ્ઞાનદૃષ્ટિનો વિષય બની શકે.
શબ્દમાં મધુરતા કે કર્કશતો.....પર્યાય છે, જ્યારે ભાષા વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય છે. રૂપમાં સુન્દરતા કે કુરૂપતા.... પર્યાય છે, જ્યારે ઔદારિક વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય છે. રસમાં મધુરતા, કટુતા કે સ્વાદ -બેસ્વાદ એ પર્યાયો છે, જ્યારે દારિક વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય છે. ગંધમાં સુગન્ધ કે દુર્ગંધ એ પર્યાયો છે, જ્યારે ઔદારિક વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય છે. સ્પર્શમાં સુંવાળાપ કે ખરબચડાપણું એ પર્યાય છે, જ્યારે આંદારિક વર્ગણાના પુદ્દગલો દ્રવ્ય છે.
જીવાત્મા જો આ પરિવર્તનશીલ પર્યાયો ઉપરના રાગ-દ્વેષથી મુક્ત થાય તો એનાથી દ્વિગુણ જ નહીં, અનંતગુણ લાભ થાય! ઇષ્ટ-અનિષ્ટ અને પ્રિય
For Private And Personal Use Only