________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ-મદ
૧૫૫ કાઢયું છે ખરું? દિવસ-રાતમાં કેટલા કલાક તમે સૂત્રપાઠ અને અર્થગ્રહણ કરી શકો છો?
(૨) તમે જે સૂત્ર યાદ કર્યા હોય, તે સૂત્ર તમે બીજાને ભણાવી શકો છો? જે અર્થ તમે જાણો છો એ અર્થજ્ઞાન તમે બીજાઓને આપી શકો છો? બીજાની બુદ્ધિમાં ઉતારી શકો છો? બીજાને અર્થબોધ કરાવી શકો છો? ભણવું જુદું છે, ભણાવવું જુદું છે. ભણાવવા માટે વિશિષ્ટ બુદ્ધિ જોઈએ; તેવી બુદ્ધિ છે તમારી?
(૩) શું તમે કોઈ નવી ગ્રન્થરચના કરી શકો છો? કોઈ ભાવગંભીર કાવ્યરચના કરી શકો છો? કોઈ નિષધીય મહાકાવ્ય” કે “હીર સૌભાગ્ય મહાકાવ્ય” જેવી અદ્ભુત કાવ્યરચના કરી છે? કોઈ પ્રશમરતિ’ કે ‘યોગશાસ્ત્ર' જેવા આધ્યાત્મિક અને તાત્ત્વિક ગ્રન્થોની રચના કરી શકો ખરા? અરે, “ઉપમિતિ” જેવો કથાગ્રન્થ પણ રચી શકવાની બુદ્ધિ છે?
(૪) આત્મતત્ત્વનું દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ક્યારેય ચિંતન કર્યું છે? આત્માની સ્વભાવદશા અને વિભાવદશાનું મનન કર્યું છે ક્યારેય ? ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સિદ્ધાંતથી આત્મતત્ત્વ પરિશીલન કર્યું છે તમારી બુદ્ધિએ? કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું ચિંતન કર્યું છે ખરું? બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત અને નિકાચિત કર્મબંધ અંગે ઊંડાણમાં જઈને અવગાહન કર્યું છે ખરું? આશ્રવ, સંવર અને બંધ-મોક્ષ અંગે કલાકોના કલાકો સુધી ધારાપ્રવાહી અનુપ્રેક્ષા કરી છે તમારી બુદ્ધિથી? તમારી જાતને બુદ્ધિમાન સમજો છો ને! તે બુદ્ધિ આ સૂક્ષ્મ વિષયોમાં પ્રવેશી છે ખરી?
(૫) જેમની પાસે તમે અધ્યયન કરતા હો, એ તમને એક વિષય એક વાર સમજાવે અને તમે સમજી જાઓ, એવી બુદ્ધિ છે ખરી? બે-ત્રણ વાર તમને એ વિષય ન સમજાવવો પડે ને? ભલે એ વિષય ગણિતનો હોય, આચારમાર્ગની હોય કે દ્રવ્યાનુયોગનો હોય; તમે એક જ વાર સમજાવવાથી સમજી જાઓ ને?
(૬) જે કંઈ તમે ભણતા હો, એની ધારણા બરાબર થઈ જાય ને? ભૂલી નથી જતા ને? સ્મૃતિના ભંડારમાં ભરેલું ઢળી નથી જતું ને? સ્મૃતિ પણ બુદ્ધિનો જ એક પ્રકાર છે. તમારી સ્મૃતિનો વિચાર કરો. શું અભિમાન કરી શકાય એવી સ્મૃતિ છે ?
મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટતા મતિજ્ઞાનના સ્વરૂપને તમે જાણો છો? મતિજ્ઞાનની વિરાટ વિષયભૂમિને નણો છો? મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના
For Private And Personal Use Only