________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૦
પ્રશમતિ
મહાવીરસ્વામીનાં યથાર્થ વચનોને એણે અવગણી નાંખ્યાં. પોતાની બુદ્ધિનાં ઘોર અભિમાને, પોતાની સમજની મિથ્યા પકડે એને જગદ્ગુરુની અવગણના કરાવા પ્રેરિત કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાને કહ્યું : જે કામ થતું હોય તે કામ થઈ ગયું, એવી વ્યવહારભાષા છે અને સાધુઓ એ વ્યવહાર ભાષા બોલ્યા, તે અસત્ય નથી. સંથારો બિછાવી રહ્યા હતા અને તેમણે કહ્યું : ‘સંથારો થઈ ગયો, તે બરાબર છે.'
જમાલીએ કહ્યું : જે કામ સંપૂર્ણ થઈ ગયું હોય તેને જ ‘કામ થઈ ગયું' એમ કહેવાય.
ભગવાન મહાવીરે દિવસો સુધી 'હેમાન ૐ નો સિદ્ધાંત સમજાવ્યો પણ જમાલી તે ન સમજ્યો. કેવી રીતે સમજે? મિથ્યા અભિમાને સમજણના દરવાજા બંધ કરી દીધા હતા. ભગવાનનો તત્ત્વમાર્ગ એ કેવી રીતે જુએ? મદનાં મરચાં ભર્યાં હતાં આંખોમાં. અંધ બની ગયો હતો. આંધળો માર્ગ જુએ કેવી રીતે ? ભલે એ ભગવાનનો જમાઈ હતો, ભગવાનનાં શિષ્ય હતાં. પરન્તુ એ સંબંધોને આંધળું મન ન જ જોઈ શકે. એણે ભગવાનનો ત્યાગ કરી દીધો.
સાધ્વી પ્રિયદર્શનાને પતિરાગનો અંધાપો આવી ગયો હતો! પરમાત્મા એવા પિતાનો ત્યાગ કરી એ છદ્મસ્થ એવા પતિને અનુસરી. પતિના સિદ્ધાન્તનો પ્રચાર કરતી ફરવા લાગી. એ તો એનું સદ્ભાગ્ય હતું કે કુંભકાર શ્રાવકે યુક્તિપૂર્વક એને ભગવાન મહાવીરનો સિદ્ધાંત સમજાવી દીધો અને એ પરમાત્માના ચરણે પાછી ફરી.
આરાધનાના માર્ગે જ્યારે પોતાની જાતિનો અને કુળનો વિચાર પ્રબળ બન્ને છે, ત્યારે મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ સ્થગિત થઈ જાય છે. આધ્યાત્મિક વિકાસ જાતિ અને કુળ સાથે સંકળાયેલો નથી. ઉચ્ચ જાતિ અને ઉચ્ચ કુળમાં જન્મેલા એવા મનુષ્યો આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું પણ ન ચઢી શકે, એવું બને છે.
‘આ આચાર્ય તો હીન કુળમાં જન્મેલા છે, મારી જાતિ કરતાં હીન જાતિના છે. એમની પાસે હું જ્ઞાન મેળવું? એમનું માર્ગદર્શન હું લડું? ના, એ ન બની શકે.’ આ છે જાતિ અને કુળનું મિથ્યા અભિમાન. આ અભિમાન પારમાર્થિક સત્યને પામવા ન દે. પરમાર્થના પંથને જોવા ન દે.
જ્ઞાનીપુરુષ, આચાર્ય વગેરે રૂપવાન ન હોય અને પોતે રૂપવાન હોય; જો પોતાનાં રૂપનું અભિમાન હશે તો એ આચાર્યને અવગણી નાંખવાનો, ગુરુને
For Private And Personal Use Only