________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
પ્રશમરતિ
અસંખ્ય અને નરકના જીવો પણ અસંખ્ય! મનુષ્યો ગણી શકાય તેટલા તેમાં આપણો સમાવેશ થયો છે. મળેલા દુર્લભ જીવનનું ઉચ્ચ મૂલ્યાંકન કરવું જરૂરી છે. મનુષ્ય જે વસ્તુને દુર્લભ સમજે છે, તેનું ઉચ્ચ મૂલ્ય આંકે છે અને એનો દુરુપયોગ કરતો નથી. જેને દુર્લભ સમજતો નથી તેનો દુરુપયોગ કરે છે.
પેલા ખેડૂતને ખેતરમાં ખેતી કરતાં એક કળશ મળ્યો. કળશ ઉપર શ્રીફળ મૂકેલું હતું અને રેશમી વસ્ત્રથી બાંધેલું હતું. ખેડૂતે કળશ ખોલીને જોયું તો અંદર પથરા હતા! તેની કલ્પના ઊંધી પડી. એની ધારણા હતી સાંનાના કે ચાંદીના સિક્કાઓની. તેણે એ પથરાઓથી પક્ષીઓને ઉડાડવા માંડયા. મધ્યાહ્ન સમયે એનો નાનો પુત્ર ભાત લઇને ખેતરે આવ્યો. તેણે કળશમાં એક પથરો જોયો. પથરો ચળકતો હતો. તેણે તે લઈને રમવા માંડ્યું. રમતો રમતો તે પોતાના ઘરે જવા નીકળ્યો. બજારમાંથી તે પસાર થાય છે, પથરો ઉછાળતો ઉછાળતો તે જાય છે, દુકાને બેઠેલા એક ઝવેરીએ એ પથરો જોયો. તેણે છોકરાને બોલાવીને તે પથ્થરો જોવા માંગ્યો. છોકરાએ પથરો આપ્યો. ઝવેરીએ પથરો જોઈને રાખી લીધો અને છોકરાને મીઠાઈ આપીને રાજી કરી દીધો. ઝવેરીએ પથરાની કિંમત સવા લાખ રૂપિયા આંકી. તેણે બીજા દિવસે ખેડૂતના ઘેર જઈને ખેડૂતને પૂછ્યું : ‘તમારી પાસે આવા બીજા પથરાઓ છે?’ખેડૂત કહ્યું : ‘ઘણા હતા, મેં ફેંકી દીધા....' જ્યારે ઝવેરીએ ખેડૂતને પચીસ હજાર રૂપિયા આપ્યા ત્યારે ખેડૂત હેબતાઈ ગયો! શું એક પથરાના આટલા બધા રૂપિયા? હું કેવો મૂર્ખ? મેં પથરા ફેંકી દીધા...'
ખેડૂતે રત્નોને પથરા માન્યા. રત્નોનું મૂલ્ય ન સમજી શક્યાં.. મળેલાં રત્નોને ગુમાવી દીધાં. આવી ગંભીર ભૂલ આપણી ન થઈ જાય, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે. માનવજીવનને પરખનારા સર્વજ્ઞ પરમાત્માએ માનવજીવનને અમૂલ્ય રત્ન કહ્યું છે.
તેર વિશેષતાઓથી વિભૂષિત મહાત્માઓ આ સત્ય સમજતા હોય છે... તેઓ જીવનનાં વીતેલાં વર્ષો તરફ જુએ છે.... તેમાં થયેલી ભૂલો, આચરેલા પ્રમાદો, લાગેલા અતિચારો... આ બધું તેમના સાધનાપ્રિય હૃદયને અકળાવે છે. વર્તમાનકાળમાં પણ થઈ જતા સૂક્ષ્મ પ્રમાદો તેમને વ્યથિત કરી દે છે... આ મારો કેવો પ્રમાદ?' હૃદય કાળો કકળાટ કરે છે. મારો આટલો સમય જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના વિનાનો ગયો....' બહુ મોટું નુકસાન તેમને લાગે છે.
For Private And Personal Use Only