________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૧૮૩
વિવેઘન : સામે મોત દેખાતું હોય છતાં વિષયોમાં આસક્તિ થાય? જો થાય તો તેને મનુષ્ય ન કહેવાય! તેને બુદ્ધિમાન ન કહેવાય.
સંસારની કઈ ગતિમાં જીવો સાથે મોત નથી જોડાયેલું? ચાહે એ સ્વર્ગનો દેવ હોય કે નારકીનો નારક હોય.....ચાહે એ મનુષ્ય હોય કે તિર્યંચગતિનું પશુ-પક્ષી હોય, જેનો જન્મ છે, તેનું મોત નક્કી છે.
મોતનું સ્મરણ વિષયરમણનું મારણ છે. મહારાષ્ટ્રમાં એક સંત પુરુષ થઈ ગયા. નામ હતું સ્વામી એકનાથ. તેમની પાસે એક શ્રીમંત ભક્ત આવ્યો. તેમણે એકનાથને કહ્યું ‘આપના જીવનમાં એક પણ પાપ જોવા મળતું નથી.......જ્યારે મારા જીવનમાં પાપ સિવાય બીજું કંઈ જોવા મળતું નથી, આમ કેમ?'
ભક્તનો પ્રશ્ન શાન્તિથી સાંભળી લઈ, સ્વામી એકનાથ આંખો બંધ કરી ધ્યાનમાં લીન થઈ ગયા. ભક્ત સામે બેસી રહ્યો. થોડી ક્ષણો પછી એકનાથે આંખો ખોલીને ભક્ત સામે જોયું અને કહ્યું : ‘તારા પ્રશ્નનો જવાબ તો પછી આપીશ, પણ મને આજથી સાતમા દિવસે તારું મૃત્યું દેખાય છે!'
ભક્તની આંખો પહોળી થઈ ગઈ! તેને સ્વામી એકનાથના જ્ઞાન ઉપર અને વચન ઉપર શ્રદ્ધા હતી. તે બોલી ઊઠ્યો! ‘શું કહો છો આપ? શું સાચે જ સાતમા દિવસે મારું મોત છે?’
‘હા, સાતમા દિવસે તારું મોત મને દેખાય છે....' ભક્ત પોતાના ઘેર આવ્યો. પરિવા૨ને તેણે કહ્યું : ‘હવે માત્ર સાત દિવસ જ મારું જીવન છે...મેં મારી જિંદગીમાં ઢગલા પાપ કર્યાં છે. હવે આ સાત દિવસમાં મારે કોઈ જ પાપ કરવું નથી. હું દુકાને પણ નહીં જાઉં અને ઘરનાં કામ પણ નહીં કરું . હવે તો રાત-દિવસ ૫રમાત્માનું જ નામસ્મરણ કરીશ.' અને એ ભક્ત પરમાત્માની ભક્તિમાં અને નામસ્મરણમાં લીન થઈ ગયો. સાતમે દિવસે સ્વામી એકનાથ ભિક્ષા લેવા એના ઘરે ગયા. ભક્તને ઘરે જોઈને તેમણે પૂછ્યું : ‘કેમ તમેં દુકાને નથી ગયા?'
‘પ્રભુ, હવે દુકાને જવાનું હોય? સાત દિવસથી દુકાને નથી ગયો. દુનિયાના બધા પ્રપંચ છોડી દીધા છે, દિનરાત પરમાત્માના નામસ્મરણમાં લીન રહું છું’ ભક્તે એકનાથના ચરણોમાં નમસ્કાર કર્યા. એકનાથે પૂછ્યું :
‘આ સાત દિવસમાં તમે પાપ કેટલાં કર્યાં?'
‘એક પણ નહીં! મોત સામે દેખાયા પછી રંગ-રાગ કે ભોગવિલાસ ગમે
For Private And Personal Use Only