________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
પ્રશમરતિ
જ્યારે મનુષ્યને મનગમતા મીઠા-મધુરા શબ્દો સાંભળવા મળે છે... ત્યારે એ કલાકોના કલાકો એમાં ખોવાઈ જાય છે, ભલે, જેમ પેલો શિકારી હરણને વીંધી નાંખે છે એમ અહીં એ માનવીને વીંધનારો કોઈ શિકારી એના પર ગોળી નથી છોડતો પણ એ સમયે જે પાપકર્મો બંધાય છે..... એ કર્મોની દારુણતા પેલા શિકારી કરતાં પણ વધારે હોય છે. જ્યારે મનુષ્ય કોઈ મનગમતા પ્રિય રૂપમાં આસક્ત બની, અનિમેષ નયને રૂપનું પાન કરતો હોય છે ત્યારે કુકર્મો એના ભાવપ્રાણોનું કેવું શોષણ કરતાં હોય છે, એનું એને ક્યાં જ્ઞાન હોય છે? સુગંધી પુષ્પો અને સેંટ-અત્તરોની મઘમઘ કરતી સોડમોમાં રાચતો જીવ.... એને એ વખતે જ્યાં પોતાના જ શરીરમાં ભરેલી ભારોભાર દુર્ગંધનો વિચાર નથી આવતો, ત્યાં બંધાતાં કર્મોની દુર્ગંધ કે જે મરેલા ને સડી ગયેલા સાપની દુર્ગંધ કરતાં પણ અનન્ત ઘણી વધારે હોય છે, એ ક્યાંથી સમજી શકે? જ્યારે માનવી મનગમતા પ્રિય રસમાં....રોપભોગમાં લીન બને છે, છએ રસથી ભરપૂર ભોજનના થાળ પર ત્રાટકી પડે છે... એમાં તપ્રોત બની જાય છે... એ વખતે માછલીના જડબાને વીંધી નાખતા પેલા લોઢાના કાંટાને પણ ભૂલવી દે તેવા કર્મોના ગરમગરમ લાલચોળ કાંટાઓ આત્માને કેવા ભોંકાય છે, એ તો પ્રત્યક્ષદૃષ્ટા જ્ઞાનીપુરુષો જ જોઈ શકે. મનગમતા ને પ્રિય સ્પર્શના સુખમાં આળોટતા એ વિષયાંધ માનવીને કોણ સમજાવે કે ‘માનવી! આ ઈન્દ્રયપરવશતા તને રૌરવનરકની વંદના આપશે... ત્યજી દે આ પરવશતા... કર આત્મા પર અનુશાસન..... હારી ન જા આ માનવજીવન...' કોણ સાંભળે!!
આ રીતે મળી ગયેલા શબ્દરૂપ-રસ-ગંધ અને સ્પર્શના વિષય સુખોમાં પાંચે ઇંદ્રિયો દ્વારા રાચતા નાચતા માનવીના કેવા હાલ-બેહાલ આ સંસારચક્રમાં થાય છે, એનું વર્ણન કરતાં પણ ધ્રૂજી જવાય છે.
જે મનુષ્યોને ગમતા પ્રિય વિષયો નથી મળ્યા, એ વિષયોની તીવ્ર અભિલાષા કરતા, એ વિષયોના ઉપભોગની કલ્પનાઓમાં તરફડતા અને રાતદિવસ એ વિષોને મેળવવા કાળી મજૂરી કરતા એ માનવીઓની મનોવ્યથા તમે જાણો છો? અપ્રાપ્ત વિષયોને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના અને પ્રાપ્ત થયેલા વિષયો ચાલ્યા ન જાય, એની સતત ચિંતા, ઇંદ્રિયપરવશ જીવને કેવી ધોર પીડા આપે છે, એ સ્વસ્થ ચિત્તે જાણો અને વિચારાં. પાંચેય ઇંદ્રિયોની પરવશતા! સ્વચ્છંદી આત્માની એ પરવશતા.... ભીષણ ભવસમુદ્રમાં જ પટકી દે છે.
શબ્દાદિ વિષયો સાથે પ્રીતિ બાંધતા, ગોઠડી બાંધતા આત્માને રોકા; સમજાવીને રોકો; દબાવીને રોકો; નહીંતર ભવિષ્યના અસંખ્ય ભવો અંધકારમય, દુ:ખમય બની જશે.
For Private And Personal Use Only