________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાન
પ૭૧ ઉત્તર : “શશ્વમ શાશ્વત' આ વ્યુત્પત્તિ-અર્થ મુજબ “જે અનવરત થાય તે શાશ્વતુ” એવો અર્થ થાય છે. પરંતુ આ અર્થમાંથી “મતિપાતી' નો અર્થ સ્કુટ થતો નથી. અનવરત થનારું જ્ઞાન કેટલો કાળ રહે?' આ પ્રશ્નને અવકાશ રહે છે. તેનો ઉત્તર છે. પ્રતિપાતી. અર્થાત્ અનવરત-નિરંતર ઉપયોગવાળું એ જ્ઞાન સદાકાળ હોય છે. કેવળજ્ઞાનનું લક્ષણ
સવિનુત્રાશયમાવે વેવૈજ્ઞાનમ્ અથવા
निखिलद्रव्य-पर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानम् । -જેનો સ્વભાવ સકલ વસ્તુઓને પ્રકાશિત કરવાનો હોય તેને કેવળજ્ઞાન કહેવાય. અર્થાત્ સમસ્ત દ્રવ્યોનો, તેના સર્વ પર્યાયોસહિત સાક્ષાત્કાર કરાવવાના સ્વભાવવાળું આ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન આત્માનો સ્વભાવ :
आत्मानः स्वभाव एतत् केवलज्ञानम् । કેવળજ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. પ્રશન : કેવળજ્ઞાન જો આત્માનો સ્વભાવ હોય તો તે સદા કેમ નથી?
ઉત્તર : જ્ઞાનાવરણાદિરૂપ જે અનાદિ મળે છે, તેનાથી તે આવૃત્ત છે, આચ્છાદિત છે, માટે તે સદા ઉપલબ્ધ નથી. એ અનાદિ કર્મમળનો ક્ષય થતાં કેવળજ્ઞાન ઉપલબ્ધ થાય છે.
પ્રશ્ન : કર્મમળ અનાદિ હોવાથી તેનો ક્ષય ન સંભવે ને? આકાશ અને આત્માનો સંયોગ અનાદિ છે. માટે જેમ તેનો વિયોગ નથી થતો તેમ કર્મ અને આત્માનો સંયોગ અનાદિ હોવાથી તેનો વિયોગ ન થાય.
ઉત્તર : આત્મા અને કર્મનો સંયોગ, આકાશ-આત્માની જેમ નહીં, પરન્તુ સોનું અને માટીની જેમ છે. જેમ માટીનો ક્ષય થતાં સોનું શુદ્ધ બને છે તેમ કર્મનો નાશ થતાં આત્મા શુદ્ધ બને છે અને કેવળજ્ઞાન કે જે આત્માનો શુદ્ધ સ્વભાવ છે, તે પ્રગટ થાય છે.
કેવળજ્ઞાન આત્મસ્વભાવ હોવા છતાં “કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે,” આવું કહેવાય છે, તે આ જ્ઞાનાવરણાદરૂપ મળના નાશની અપેક્ષાએ કહેવાય છે. કેવળજ્ઞાન પ્રગટ થાય છે, આ જ અર્થમાં ‘ઉત્પન્ન થાય છે.” એમ કહેવાય છે.
For Private And Personal Use Only