________________
૪૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય “ઓહ ભટ્ટજી ! ભમાત્ર? કુશળ તો છે ને! આજ ઘણે દિવસે આ તરફ ભૂલ્યા પડયા કાંઈ? - મિત્રને જોઈ ખુશી થયેલા રાજાએ પોતાના લગેટીયા મિત્રને ઓળખીને કહ્યું, મિત્ર? તમારી વાણી સાચી પડી છે ને એક વખતનો અવધુત અત્યારે અવંતી બકે માળવાદેશને સ્વામી બને છે. ભાગ્યની વિચિત્રતાથી પ્રાણુઓને શું શું નથી મળતું ? ”
જરૂર? મહારાજ? આપ રાજા હતા ને રાજા થયા, આખરે પણ જગતમાં તે જે જેનું હોય તે તેને મળે છે. વિધિ પણ તેને જરૂર મદદ કરે છે.”
એમ નહી મિત્ર! આ તે અવધુતને રાજ્ય મહ્યું, ખુદ વિધાતાએ જ આ જે કર્યું? નહીતર એક અવધુતના ભાગ્યમાં તે રાજ્ય ક્યાંથી હોય? રાજાએ ભમાત્રના સામે દૃષ્ટિ કરી કાંઈક સૂચક હાસ્ય કર્યું
“શું એમ હકીકત છે !ભટ્ટજીએ રાજાની સામે જોઈ સુચક રીતે મંત્રીઓ અને સભાજને તરફ દૃષ્ટિ કરી. મહામંત્રી જને! તમે આવા અજાણ્યા અવધુતને અવતીને રાજમુગુટ પહેરાવી બહુ જ સારું કામ કર્યું છે! તમારી એ દીર્ઘદૃષ્ટિને જરૂર ધન્યવાદ કહેવાય!'
“કેમ વારૂ? એતો જેના ભાગ્યમાં હતું તેને રાજ્ય મળ્યું છે, અને તે એમાં નિમિત્ત ભૂત છીએ. અમને તે અવધુતના વેશમાં વિધિએ રાજા જ આપે એમ સમજી આજે આખે દેશ રાજી થયો. એમની જ શક્તિથી દિવ્ય શકિતને ધારણ કરનાર વૈતાળ અસુર આજે પરાસ્ત થ, મંત્રીઓમાં મુખ્ય મંત્રી બુદ્ધિસાગરે ઉપર મુજબ કહ્યું,
“તમે મંત્રી છતાં આ અવધુતને પૂરેપૂરો ઓળખ્યા નથી, એથી મને આશ્ચર્ય તે જરૂર થાય છે, જાણે છે કે