________________
પ્રકરણ ૩૫ મું
૨૯૫
એક દિવસે ભક્તિથી ચંદ્રશેખર કામદેવનું આરાધન કરવા બેઠે. દેવતાને પ્રસન્ન કરી તેની પાસેથી ચંદ્રવતીની માગણી કરી. પ્રસન્ન થયેલા કામદેવે ચંદ્રશેખરને અદશ્ય થવાનું કાજળ આપી તેને પ્રભાવ કહી સંભળાવ્યો કે, “ જયાં સુધી મૃગધ્વજ રાજા ચંદ્રવતીના પુત્રને જેશે નહિ ત્યાં લગી આ કાજળ-અંજનના પ્રભાવથી તું અદશ્ય રહ્યો થકે રાજાથી કે કેઈનથી પણ જેવાઈશ નહિ; પણ
જ્યારે રાજા ચંદ્રવતીના પુત્રને જેશે ત્યારે પુત્રનું સ્વરૂપ કહીને હું જતો રહીશ, અર્થાત ત્યાર પછી આ અંજનને પ્રભાવ રહેશે નહિ.” આમ અંજનને પ્રભાવ કહો કામદેવ અદશ્ય થઈ ગયે,
અંજનના પ્રયોગથી અદશ્ય થયેલે ચંદ્રશેખર ચંદ્રાવતી પાસે આવ્યા, ખુશી થયેલ દેવતાએ આપેલા વરદાનની વાત ચંદ્રવતીને કહી સંભળાવી. ચંદ્રવતી ચંદ્રશેખરની વાત સાંભળીને ખુશી થતી બોલી, “ એ બધું સત્ય છે, પણ તમારા ગર્ભથી મને પુત્ર થયો છે તેનું શું ?
શું પુત્ર ઉત્પન્ન થયે છે? લાવ ઝટ હું યશોમતીને આપી આવું. પછી આપણું સુખમાં કઈ વિન કરી શકશે નહિ, અદશ્યપણે હું તારા અંતઃપુરમાં રહીશ; અને તેને સુખી કરીશ.” ચંદ્રશેખરની વાણુ ચંદ્રવતીને પસંદ પડવાથી ચંદ્રવતીએ પુત્રને ચંદ્રશેખર પાસે હાજર કર્યો, યક્ષના પ્રભાવથી ખાનગીમાં તે પુત્રને યશોમતીને આપીને કહ્યું,
મૃગધ્વજ રાજાની ચંદ્રવતી રાણીને ચંદ્રાંક નામને આ પુત્ર છે, તેનું તારે યત્નથી પાલન કરવું = યમતીને સમજાવી ચંદ્રશેખર અદશ્ય વિદ્યાના પ્રયોગથી ચંદ્રવતીની પાસે આવી પહોંચે. ગુપ્તપણે ચંદ્રવતીના મહેલમાં રાજા