________________
પ્રકરણ ૫૬ મું
૪૬૯ દીનજનોને દાન આપી રહ્યો હતો, ને હર્ષિત થયેલે તે નૃત્ય કરાવતા હતા. શતબુદ્ધિની આ ચેષ્ટાથી સહસ્ત્રબુદ્ધિ વિચારમાં પડયો; “શું આ અપરાધી છે? અપરાધીની તે આવી ચેષ્ટા હોય? અત્યારે તે શતબુદ્ધિ આનંદ અને મજામાં છે, જ્યારે ગુન્હેગારની કદી પણ આવી ચેષ્ટા હેતી નથી.”
વિચારમાં પડેલા સહસ્ત્રબુદ્ધિ ઉપર શતબુદ્ધિની અકસ્માત દૃષ્ટિ પડતાં બોલ્યો; “ અરે મિત્ર! આમ આવ ! આમ આવ ! પહેરે છેડીને અકસ્માત અહી કેમ આવ્યો? સ્વામીને એકાકી નિદ્રામાં છોડી આવ્યો તે તે સારું
કર્યું નથી.
સહસ્ત્રબુદ્ધિ શતબુદ્ધિ પાસે આવીને આસન લેતે બેલ્યો: “અત્યારે રાત્રીને સમયે નિદ્રાને છેડી આ તે શે ઘધે માંડ્યો છે? રાત્રીના સમયે તે દાન હેય? એ કયો અવસર છે કે આજે તું ય કરાવી રહ્યો છે?”
આજે અત્યારે રાજા સાથે મેટી આફત હતી, મિત્ર! લેકેના અને આપણું ભાગ્યયોગે એ આફત ટળી ગઈ છે. એના આનંદનિમિત્ત આ દાન અને નૃત્ય છે, સમજ્યો મિત્ર!” શતબુદ્ધિની વાત સાંભળી સહસ્ત્રબુદ્ધિ મનમાં
તેષ પામ્યો; વળી શતબુદ્ધિની મુખાકૃતિ એની ચેષ્ટા, નિખાલસતા, નિર્દોષતાની તેને ખાતરી આપતાં હતાં, આ જોઈ સહસ્ત્રબુદ્ધિ બેલ્યો; “તમારે ત્યાં નૃત્યની વાત સાંભળી હું નૃત્ય જેવાને આવ્યો છું!” એમ કહી સહયબુદ્ધિ હસ્યો.
શતબુદ્ધિએ સન્માનિત કરેલ સહસ્ત્રબુદ્ધિ તરત જ પહેરા ઉપર ચાલ્યો ગયો, અને રાજાની પાસે આવ્યો. તેને જોઈને રાજાએ પૂછ્યું; “મારા હુકમનો અમલ કર્યો?”