________________
૫૧૮,
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માયાજાળમાં સપડાયેલ કેણુ પુરૂષ ક્ષેત્રકુશળ રહી શકે છે? માટે એ બધીય વિધિની રચના છે. હવે મારે શું કરવું ? વિચારમાં પડેલો રાજા વનમાં ભ્રમણ કરતે એક મૃત્યુ પામેલા શુકના શરીરમાં પેઠે શુક આકાશમાં ઉડીને નગર તરફ આવતો હતો. ત્યારે તે સમયે નગર તરફ જતા કેક મનુષ્યના હસ્ત ઉપર બેસીને બોલ્યો; “અરે પુરૂષ! મને લઈને અવંતી નગરીમાં જા ! રાજમહેલની નજીક જઈ મને વેચી નાખ. પટ્ટરાણી કમલાવતી પાસેથી છ દિનાર લઇ મને તું રાણીને આપી દેજે.” પોપટની વાણી સાંભળી ખુશી થયેલે તે પુરૂષ શુકને લઈને નગરીમાં આવ્યો. રાજમહેલની નજીક આવી કમલાવતી દેવીને, છ દિનાર લઈને એ શક આપી દીધો. કમલાદેવી એ શકને જોઈ અત્યંત ખુશી થઇ. કમલાદેવી શુકને જે જે પ્રશ્નો પૂછતી તે તે સર્વને શુક સ્પષ્ટ ભાષામાં ઉત્તર આપતો હતો. પ્રતિદિવસ આવા પ્રશ્નોત્તરથી રાજી થયેલી કમલાદેવી શકને જોઈને પ્રફલિત થતી સુખમાં સમય વિતાવતી હતી.
શુક્નાં મનમાં વિચાર આવ્યો, “મારી ખરી હકીકત કમલાદેવીને કહી દઉં તે ? પણ અરે એથી શું ? એ હકીક્ત જાણીને કમલાદેવી કદાચ ભૂપતિને મારી નાખો તે લોકમાં એથી તે ઉલટે અર્થનો અનર્થ થશે. અગર તે આ રાજા–વિપ્ર જે મને શુકના સ્વરૂપમાં ઓળખી જાય તે પ્રપંચ રમીને મને મરાવી નાખે, માટે એ કઈ યુક્તિ ઠીક નથી. અત્યારે તે શુકરૂપે જ રહેવામાં ડહાપણ છે. સમય અનુકૂળ આવશે ત્યારે જોઈ લેવાશે " કમલાદેવી સાથે ભજન કર ને કમલાદેવીને વાણીવિદથી રાજી કરતે શુક, સમયને વીતાવવા લાગ્યો. કમલાદેવી પણ શુક સાથે એટલી બધી હળીમળી ગઈ હતી કે શુક વગર લગારે