Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala

View full book text
Previous | Next

Page 590
________________ પ્રકરણ ૭ મું ૫૫૭ પાણીના પ્રવાહની માફક કાલને જતાં કાંઈ વાર લાગતી નથી. સમય સમયનું કામ કર્યું જાય છે, રાજા વિકમ સભા ભરીને બેઠા હતા તે દરમિયાન એક ઘોડેસ્વાર દેતે રાજદરબાર આ ગળ આવી પહોંચે. અશ્વ ઉપરથી કુદકે મારી દ્વારપાલની પણ પરવા નહિ કરતાં રાજદરબારમાં પ્રવેશ કરી રાજા આગળ હાથ જોડી નમીને તે ઉભો રહ્યો. ભીમસિંહ, શી નવાજુની છે? શું કાંઈ નવીન છે? રાજા વિક્રમનો પ્રશ્ન સાંભળી ઘોડેસવાર ભીમસિંહ શ્વાસ લેતે બોલ્યો, “હે મહારાજ ! બાપુ ! જુલમ થઈ ગયો જુલમ થઈ ગયો ! ” છે શું ? ” ભટ્ટરાજ વચમાં બોલ્યો. શાલિવાહન રાજાના સૈન્ય આપણા દેશ ઉજ્જડ કર્યો. ગામના ગામ ભાગી નાખી, લુંટ ચલાવી પાયમાલ કરી નાખ્યાં, બાપુ! ભીમસિંહે દમ લીધો. ભીમસિંહની વાત સાંભળી લઈ રાજાએ ભીમસિંહને રજા આપી. રાજાએ મંત્રીઓ સામે જોયું. રાજાનો અભિપ્રાય જાણું ભમાત્ર બેલ્યો, “હે મહારાજ ! આવી રીતે બળનો ગર્વ બતાવી શાલિવાહન આપણું ગામ ભાગે તે સારૂં નથી. છતી શક્તિએ આ પરાજય કેણુ સહન કરે ? લશ્કરની તૈયારી કરી આપ એની ઉપર ચઢાઈ કરી એનું અભિમાન ઉતારે ! એની પાસેથી દંડ લઈ એને શિક્ષા કરે !” અમાત્યની વાત સાંભળી રાજા વિકમ વિચારમાં પડે, “નજીવી બાબતમાં યુદ્ધ જેવું મહાભારત કાર્ય આદરીને હજારે પુરૂષનો ક્ષય કરાવો એ શું એગ્ય કહેવાય ? ” રાજાનાં વચન સાંભળી મંત્રી બોલ્યા, “મહારાજ ! એમાં નજીવી વાતનો સવાલ નથી. જરાક છિદ્રની ઉપેક્ષા કરતાં કાળાંતરે મેટું ગાબડું પડી જાય છે; એથી

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604