________________
૫૬૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આપ્યો, પોતાના મહાસુભટ શુદ્રક અને સૈન્યના હાલહવાલ જોઈ રાજા શાલિવાહન કેપે. તેણે રાજા વિક્રમ સામે ધસી વિક્રમ ઉપર તીર છોડવા માંડયાં. વિક્રમે શાલિવાહનનાં આવતાં તીર કાપી નાખવા માંડયાં. એવી રીતે હવે બન્ને રાજાઓ સામ સામે આવી જઈ યુદ્ધ કરવા લાગ્યા, પણ એવામાં રાજા વિકમ શત્રુના એક બાણથી ઘવાયે.
ત્યાં તરત જ શાલિવાહનના અનેક બાણેનો નાશ કરતો વિક્રમચરિત્ર શાલિવાહનના પટ્ટહસ્તી સમીપે પહોંચી ગયો. જીવ ઉપર આવેલે રાજકુમાર પોતાના અસીમ બળથી રાજાને હંફાવતે રાજાની પાસે આવ્યું, એની પછવાડે એના પરાક્રમી સુભટે પણ રાજકુમારનું રક્ષણ કરતા આવી પહોંચ્યા. શાલિવાહનના તેજને ઝાંખું પાડતો આ બાળનારેશ્વર પોતાના હાથી ઉપરથી શાલિવાહનના હાથી ઉપર કુદ્યો. શાલિવાહનના મહાવતે વિકમચરિત્રને પિતાના હાથી ઉપર કુદતા જોઈ હાથીને પાછા પાડવા ચુક્તિ કરી તે ખરી, અને વિક્રમચરિત્ર કદાચ ફાળભ્રષ્ટ પણ થાત, છતાંય નીચે પડતા સમારે હાથીની અંબાડી પકડીને હાથી ઉપર ચડી ગયે. શાલિવાહન સાથે ભીષ્મ બાહુયુદ્ધ આરંભયું. શાલિવાહન સાથે યુદ્ધ કરતા, મહાવત કાંઈક પણ કુટિલતા કરે તે પહેલાં એક ડાબા પગની લાત મારી એના જ હાથીના પગ તળે મહાવતને કરી દીધો. રાજ શાલિવાહનના હાથી ઉપર રહેલા રાજાના અંગરક્ષકેને વિકમના અઘટ વિગેરે સુભટેએ પોતપોતાના બાણથી ભૂમી ભેગા કરી દીધા અને શાલિવાહનની મદદે આવતાં એના સુભાને યુદ્ધ આપીને અટકાવતા તેઓ રાજકુમારનું રક્ષણ કરવા લાગ્યા. વિક્રમના સુભટ અને સૈન્યના ઉત્સાહપૂર્વક પરાક્રમથી શાલિવાહનનું સૈન્ય રણમાં જે જીવતું રહ્યું હતું તે