Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala

View full book text
Previous | Next

Page 596
________________ પ્રકરણ ૬૭ મું પ૬ શુદ્ધકે પોતાના પરાક્રમથી વિક્રમના સુભટને જર્જરિત કરી નાખ્યા. વિક્રમનું સભ્ય પણ શત્રુના મારાથી ત્રાસી ગયું. પિતાના સૈન્યની નિરાશ સ્થિતિ જોઈ હાથીનું મદન કરનાર અઘટકુમાર અરિદળમાં પડે. શત્રુના સૈન્યને દાવાનળ સમા અઘટકુમારે શત્રુસેન્યમાં પિતાના બળથી જગા કરી અને દુશ્મનને પિતાનું પાણું બતાવી, શુદ્રકની સન્મુખ પહોંચી જઇ તેને પડકાર્યો. શુદ્રક અને અઘટને સામસામે બરાબર ઠેરી ગઈ. બન્ને એકબીજાના જીવના ભૂખ્યા થયેલા તેઓ અતુલ પરાક્રમ દાખવવા લાગ્યા. હાથી ઉપરથી બન્ને લડતા જમીન ઉપર પડયા. યુદ્ધને ખરે રંગ જે વિક્રમચરિત્ર અને મહારાજા વિકમ પણ યુદ્ધમાં ધસી આવ્યા. રાજા અને રાજપુત્રને રણસંગ્રામમાં શેર મચાવતા જોઈ શાલિવાહને પણ પોતાના બળવાન શુભ સાથે ધસી આવ્યો. | વિક્રમે શત્રુઓનો નાશ કરતા ને આ બન્ને મહારથીએના યુદ્ધને જોતા અઘટકુમારને કંઈક સહાય કરવા વિચાર કર્યો. પણછ ચડાવીને રાજા વિક્રમે એક બાણ શુકને ઉદ્દેશીને છોડયું. એ બાણ શુદ્રકના હાથમાં ચુંટયું ને પેલી મજબૂત પકડેલી તલવાર લઈને નીચે પડયું. અઘટ અને શુદ્રક અને બાહુયુદ્ધ કરતા બને સમાન બળવાળા હેવાથી કેઈ કેઈને જીતી શકતું ન હેવાથી વિક્રમે શુદ્રકને ઉદ્દેશીને એક બીજું બાણ ધનુષ્ય ઉપરથી છોડી દીધું. શુદ્રકનું કવચ ભેદીને એ બાણ શુદ્રકના શરીરમાં પેસવાથી શુદ્રક મુઈિત થઈ જમીન ઉપર તુટી પડયો. પરાક્રમી અઘટકુમાર પરાક્રમી એવા મુક્તિ શત્રને છોડી દઈને બીજા સુભાની ખબર લેવાને શસ્ત્ર ધારણ કરીને ઘસ્ય. શાલિવાહનને મુઈિત શુકને છાવણીમાં મોકલી ૩૬

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604