________________
પ૬૬
વિક્રમચરિત્ર યાને કૌટિવિજય એ અબોલારાણીની વાત કહી સંભળાવીને એ પૂતળી ની અધિષ્ઠાયિકા દેવી આકાશમાં પિતાના સ્થાનકે ચાલી ગઈ. અબોલારાણુની વાત સાંભળી રાજા સહિત બધા મસ્તક ધુણવવા લાગ્યા.
પુનઃ રાજા સિંહાસને બેસવા જાય છે, ત્યાં તે બીજી પૂતળીએ રાજાને અટકાવ્યા, ને રાજાના પરાક્રમની એક કીર્તિકથા કહીને એ અધિષ્ઠાયિકા પણ અદશ્ય થઈ ગઈ.
આમ બત્રીસ પૂતળીઓવાળા સિંહાસન ઉપર આરૂઢ થવા જતાં રાજાને એક એક પૂતળીની અધિષ્ઠાયિકાઓએ અટકાવ્યા અને રાજા વિક્રમચરિત્રને રાજા વિક્રમની એકે એક કીર્તિ કથા કહી સંભળાવી. અને પછી અધિષ્ઠાયિકાઓ અદશ્ય થઈ ગઈ. એ બત્રીસ પૂતળીઓવાળું અદ્દભુત સિંહાસન પણ અધિષ્ઠાયક રહિત થવાથી મહત્વ વગરનું થઈ ગયું.
અધિષ્ઠાયક વગરને ખાલી બત્રીસ પૂતળીઓવાળા સિંહાસન ઉપર આરૂઢ થઇને રાજા વિક્રમચરિત્ર રાજ્ય કરવા લાગ્યા. પ્રજાને ન્યાયથી પાળવા લાગ્યા. સમયના વહેણને લઈને મંત્રીઓ પણ કાળના પ્રાસ થતા ગયા, નવા નવા મંત્રીઓથી રાજા ભવા લાગ્યો. વિકમરાજાના પરમપ્રિય સ્નેહી એવા મહાઅમાત્ય ભટ્ટમાત્ર પણ વિક્રમચરિત્રના રાજ્યારેહણ બાદ થોડા વર્ષોમાં આ અવંતીનું મંત્રીપણું છોડી ને વિદાય થઈ ગયા. કારણકે કાળ કેઇના માટે થંભતે નથી.
સિદ્ધસેનસૂરીશ્વરના ઉપદેશથી વિક્રમચરિત્ર પણ ધીરે ધીરે ધને સન્મુખ થયે. જાવડશાહ સંઘ લઈને રાજય આવ્યા, ત્યારે વિક્રમચરિત્ર પણ સંઘ સાથે શત્રુંજય તીર્થ આવી શ્રી ઋષભદેવને નમે. ભાવથી ભગવાનને વાંદોને
સ્તુતિ કરી, અષ્ટ દ્રવ્યથી ભગવાનને પૂછ પોતાનો માનવિભવ સફળ કર્યો. મૂળ નાયકને નમી વાદી પૂછ બીજા