________________
પ૬૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્લવિય ત્રને શેક દૂર ન થવાથી ગુરૂ મહારાજ સિદ્ધસેનસૂરિને તેડાવ્યા. ગુરૂ મહારાજ સિદ્ધસેનસૂરિએ વિક્રમચરિત્રને ધર્મોપદેશ આપીને કહ્યું, “હે રાજકુમાર ! તારા પિતાને શક ન હોય. એમણે તે જન્મીને આ દોહ્યલે નરભવ સફળ કર્યો છે. દાનથી પૃથ્વીને અમૃણી કરી છે. રાજાએ પોતાને સંવત્સર ચલાવ્યું. કીર્તિસ્થંભ ઉભે કર્યો. તેણે અનેક દીન, દરિદ્ર અને દુઃખી જનને દુ:ખમુક્ત કર્યો. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ યથાશક્તિ આરાધના કરી શ્રાવકનાં વ્રત પાળી રાજા હોવા છતાં ધર્મ માટે પણ એમણે શું નથી કરું? મનુષ્ય લોકનાં સુખ છાડી રાજા વિક્રમ સ્વર્ગમાં ગળા છે. ને ત્યાં વગનાં સુખ ભોગવી થોડા જ ભવમાં તારા પિતા મુક્તિના સુખને પામશે. માટે એવા નરપુંગવને શેકે શે? હવે તો તું પણ રાજા થઈને પિતાને માર્ગે ચાલી ન્યાયથી પૃથ્વીનું પાલન કરી યથાશક્તિ ધર્મને આરાધ, કે જેથી તારા પિતાની માફક તારે નરભવ પણ સફળ થાય આ રીતે સૂરિનાં નિરંતર વૈરાગ્યમય ઉપદેશથી રાજકુમારને શેક દૂર થયે. પછી મંત્રીઓએ વિક્રમચરિત્રના મહેટા રાજ્યાભિષે ની તૈયારી કરી. રાજકુમારને શોક દૂર કરી ગુરૂ મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. મહારાજા વિક્રમના મૃત્યુ પછી મંત્રીઓએ એક શુભ દિવસે વિક્રમચરિત્રને અવતીની ગાદી ઉપર અધિષિત કરી માળવાનો તાજ તેના મસ્તક ઉપર પહેરાવ્યું. મોટા ઠાઠ માઠ અને આડંબર પૂર્વક એ તાજષીની વિધિ કરી. આઠ દિવસ સુધી સારીય અવંતીમાં અને આખા રાજ્યમાં મેટો મહત્સવ પ્રવર્યો, અને અવંતીના આ મહોત્સવની તે વાતજ શી કરવી? આઠ દિવસ પર્વત લોકે દેવતાની જેમ મનવાંછિત સુખ અને વિલાસ કરતા હતા. આઠ દિવસ