________________
૫૬૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
આ બધુય આજે તે આપણને અપૂર્વ અને ન માની શકાય તેવુ લાગે, છતાંય આપણી અલ્પજ્ઞ બુદ્ધિને લઇને તે સમયની અલૌકિક વાત સાંભળી તેને પાળકલ્પિત કલ્પના માની લેવાની રખે કેાઈ સાહસિકતા કરે! એક તા અત્યારે મનુષ્યના અલ્પ પુણ્યને લઇ ને તેમ જ મનુષ્યની તેથી કાઈ શક્તિના અભાવે દેવદ્દન નજરે થતું નથી, તેમ જ એવાં કોઇ મહત્ત્વનાં કાર્યો પણ શાંક્તના અભાવે થઇ શકતાં નથી. મેટી સમૃદ્ધિ પણ જણાતી નથી; છતાં આજેપણ અમેરિકા આદિ દેશમાં વિપુલ સમૃદ્ધિ સંધી વાતે આપણે સાંભળીએ છીએ તેમજ વિમાનાદિક ( મલુન, એરોપ્લેન)આદિક વડે આકાશગમન અને આકાશયુદ્ધ તેમ જ પણ આજે સાંભળી શકીએ છીએ. જ્યારે આજના જમ નામાં આપણે આ બધું નજરે જોઇએ છીએ—સાંભળીએ છીએ, ત્યારે તે જમાનામાં પણ તે તે ઘટનાઓ બનવી સંભવિત છે એમ સમજી ઉત્તમ પુરૂષોના ચિરત્ર ઉપરથી સારાંશ ગ્રહણ કરી આપણા આત્મા પણ ધર્મ તરફ સ્થિર દૃષ્ટિવાળા થાઓ !
સમુયુદ્ધ
ૐશાન્તિઃ ! શાન્તિ ! શાન્તિઃ ।
છપાય છે ! !
છપાય છે ! છપાય છે ! ! ! વિક્રમર્ચાત્રના ખીજા ભાગ તરીકે શ્રી સિંહાસન બત્રીસી ૩ જેમાં વિક્રમ રાજાનાં અદ્દભુત પરાક્રમા જે બત્રીસ પુતળીઓના મુખેથી કહેવાયેલ તે તથા વૈતાલ પચીસી કે જેમાં વૈતાળે વિક્રમરાજાને કહેલ, રેશમાંચક વાતાથી ભરપુર ભાગ ૨જો તૈયાર થાય છે માટે અગાઉથી ગ્રાહક થાશે.
લખા યા મળેાઃ-માસ્તર રતીલાલ ભાદરદ શા ૐ દોશીવાડાની પાળ–અમદાવા