Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala

View full book text
Previous | Next

Page 600
________________ પ્રકરણ ૬૮ મું ૫૬૫ માટે માળવાની અવંતીનગરીને શણગારી શુભેભિત બનાવી રાવણની લંકાનગરી સમી કે કૃષ્ણની દ્વારિકા–દ્વારામતી સમી બનાવી દીધી હતી. રાજકુમાર વિકમચરિત્રની એવી રીતે રાજ્યારોહણની ક્યિા નિર્વિને સમાપ્ત થઈ ગઈ. અવંતીનો રાજમુગ ધારણ કરી રાજકુમાર વિક્રમચરિત્ર મહારાજા, અવંતિરાજ વિક્રમચરિત્ર થયા-માળવાના અધિશ્વર થયા. અવંતીના સિંહાસને આરૂઢ થયેલા મહારાજા વિક્રમચરિત્રને મંત્રીઓ, સમિતિ, સુભ, નાના રાજાઓએ નમીને ભેટ ધરી; વિકમચરિત્ર ની આણ કબુલ કરી. પ્રજાનું માનસન્માન સાચવતા મહારાજા વિક્રમચરિત્ર પ્રજાને ન્યાયથી પાળવા લાગ્યા, અને દુજનોને શિક્ષા કરી સજ્જનોનું રક્ષણ કરવા લાગ્યા. એક દિવસે શુભ મુહૂર્ત મેળવીને મંત્રીઓએ સિંહ મુખવાળા અને ચાર ચામરધારિણી દેવાધિષ્ઠિત પૂતળીએવાળા અદ્ભૂત સિંહાસન ઉપર મહારાજા વિક્રમચરિત્રને બેસાડવા માંડયા. રાજા વિક્રમચરિત્ર સિંહ મુખવાળા સિંહાસન ઉપર બેસવા ગયા તે અવસરે એક ચામરધારિણુએ મનુષ્ય ભાષામાં રાજાને અટકાવ્યા, “હાં! હાં ! રાજન ! આ સિંહાસન ઉપર તે રાજા વિક્રમાદિત્યે બેસી શકે, બીજું કઈ નહિ?” “કેમ બીજું ન બેસી શકે ? ” વિકમચરિત્રે પૂછયું. રાજા વિકમની તુલના તમારી સાથે થઈ શકતી નથી. જ્યાં રાજા વિકમ અને જ્યાં તમે ? તેમના જેવું પરાકમ કરી ને પછી તમે આ સિંહાસન ઉપર આરૂઢ થાઓ.” “મહારાજા વિકમે શું પરાક્રમ કર્યું કે જેમાં તમે વખાણ કરે છે? ” વિક્રમચરિત્રના કથનથી પહેલી ચામર ધારિણું પૂતળી બોલી. “રાજન સાંભળો!” પહેલી પૂતળી રાજનાથ ભાષામાં વાતે અવ સિંહ મુખ

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604