________________
પ્રકરણ ૬૬ મું
૫૫૫ થઈને પુત્ર, પુત્રવધુ અને પાણી સાથે દેશના સાંભળવાને આવ્યો. ગુરૂની દેશના સાંભળી રાજાએ સુરિને પૂછયું, “હે ભગવન ! ક્યા પાપના ઉદયથી મારે પુત્ર અને પુત્રવધુ મૂગાં થઈ ગયાં છે, તે કૃપા કરીને કહે.” - “રાજન ! નહિ બોલવાનું કારણ જ્યારે આ બન્ને સાંભળશે ત્યારે તેઓ સંસારથી ભય પામેલાં વ્રતને જ ગ્રહણ કરશે.
સૂરિની વાત સાંભળી રાજા બે, “હે ભગવન ! જે થવાનું હોય તે થાએ, પણ આપ એમને મૂંગાપણાનું કારણ કહે ! ”
સજાનો નિશ્ચય સાંભળી સૂરિએ પૂર્વભવનું સ્વરૂપ કહી સંભળાવ્યું.
પૂર્વભવનું સ્વરૂપ સાંભળી એ મેઘ અને મેઘવતી વૈરાગ્ય પામી દીક્ષા લેવાને તૈયાર થયાં. અરિમર્દન રાજાને પણ વિગ્ય આવ્યો, પણ તે પહેલાં તે મેઘ અને મેઘવતીએ દીક્ષા ગ્રહણ કરી તીવ્ર તપ કરવા માંડયું, અને તે બને તીવ્ર તપ કરી કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયાં.
અરિમર્દન રાજાએ પણ ગુરૂને પૂછ્યું, “હે ભગવન ! પરભવે મેં શું સુકૃત કરેલું જેથી આ ભવમાં મને આશ્ચર્ય કારી સમૃદ્ધિ મળી ? ”
રાજાને આ પ્રશ્ન સાંભળી ગુરૂ બોલ્યા. “હે રાજન ! પૂર્વભવમાં તે જનાધરની ભક્તિ કરેલી તેનું આ ફળ છે.”
યુરૂના કથનથી શ્રાવક ધર્મનાં વ્રત અંગીકાર કરી રાજા પ્રિયાની રાાથે નગરમાં ગયે. શ્રાવક ધર્મનું પાલન કર્યા પછી ચારિત્ર ધર્મનું આરાધન કરી રાજા શિવલક્ષ્મીનો ભકતા થયે.
સિદ્ધસેન આમ રિએ રાજા અને પર્ષદા આગળ