________________
પ્રકરણ ૬૬ મું
૫૫૩
ઈચ્છાવાળાને સ્રી મળે છે, ધનની ઈચ્છાવાળાને ધન મળે છે; રાજ્યની ઈચ્છાવાળાને રાજ્ય મળે છે; પુત્રની કચ્છાવાળાને પુત્ર મળે છે; પ્રાણીઓના હૃદયમાં રહેલી ઈચ્છાઓ ધર્મના પ્રભાવથી પૂરી થાય છે. સ્વર્ગ અને મેક્ષ જેવી વસ્તુઓ પણ ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે.”
સૌભાગ્યસુંદરીને પરણી રાજા કેટલાક સમય ઘરના નગરમાં રહી પાતાને નગર જવાને તૈયાર થયા. રત્નચંદ્રની રજા લઇને, રાજા પોતાના પરિવાર સાથે સૌભાગ્યસુ દરીને લઈને, મેનાની ખાટલીની સહાયથી રત્નપુરનગરે આવ્યા. મેનાએ રત્નપુરમાં રાજા તથા તેના પરિવારની ખાનપાનથી સારી રીતે ભક્તિ કરી ૨ાજાને પ્રસન્ન કર્યો, રાજાએ લાખ લાખની કિંમતનાં ચાર રત્ના મેનાને આપ્યાં, તે ત્યાંથી આગળ પાતાની નગરી તરફ ચાલ્યા,
રસ્તામાં આવતાં જીનમંદિરમાં જીનેશ્વરીને નમસ્કાર કરતા અને તીર્થ સ્થળોની ભક્તિ કરતા ને પ્રભાવના વધારતા રાજા અશ્મિન પાતાના નગરના ઉદ્યાનમાં આવ્યું. મંત્રીઓએ નગરીને રિયાતારણ વિગેરેથી સુશોભિત બનાવી. જલછંટકાવ કરી પુષ્પવૃષ્ટિ કરાવી, અને રાજસ્તા સારી રીતે શણગાર્યાં. રાજાએ સારા મુહૂર્તે નગરમાં ઠાઠમાથી તે મેઢા આડંબરપૂર્વક વાજિંત્રોના મધુર ધ્વનિ સાથે પ્રવેશ કર્યાં. વાજિંત્રોના નાદ સાંભળી રાજાતે અને તેની નવીન પ્રિયાને જોવાને આખું નગર ઉલખ્યુ. રસ્તા માણસોથી—સ્રીપુરૂષોથી ઉભરાઇ ગયા. બદિજનાના જય જયકાર સાથે ફ્રુટે હાથે દાનને વર્ષાવતા રાજા જ્યાં ગાનતાન ન નૃત્ય થઇ રહ્યાં છે ત્યાં થઇને અનુક્રમે રાજમહેલમાં આવ્યા. સાત ભૂમિકાવાળા સુવર્ણમય પ્રાસાદમાં સૌભાગ્યસુંદરીને નિવાસસ્થાન આપ્યુ. સૌભાગ્યસુંદરી અને રાજા