Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala

View full book text
Previous | Next

Page 585
________________ ૫૫૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય સૌભાગ્યસુંદરી પણ સાંભળતી હતી. અરિમન રાજાના પૂર્વભવની વાત સાંભળી રાજપુત્રી મનમાં વિચાર કરવા લાગી, રાજ ખોટું બોલે છે, અથવા તે કદાચ મારા જાણવામાં તો ફેરફાર નહિ હોય? ? ભૂપપુત્રી ત્યાંથી જ બેલી, “હે રાજન! તમે બેટું બેલે છે. બચ્ચાને ચકલીએ ચાંચમાં લઈ ઉડવાનું કહેવા છતાં ચકલાએ એની વાત સાંભળી નહિ, ને પોતાને જીવ બચાવવાને તે ઉડી ગયા. ને ચકલી અગ્નિમાં બળી મરી. એમ નહિ, પણ ચકલાની વાત ચકલીએ માની નહિ, ને ચકલી પિતાનો જીવ બચાવવાને ઉડી ગઈ. રાજાએ પોતાના પક્ષનું સ્થાપન કર્યું. રાજપુત્રી સૌભાગ્યસુંદરીએ પછી ત્યાં આવીને રાજાને જય એટલે તેને નષ ગયે. ને રાજાએ સૌભાગ્યસુંદરીને જોવાથી એને સ્ત્રીષ પણ ગયો. “તમારી વાત હરદમ અસત્ય ને જુઠાણ ભરેલી છે. રાજકન્યા બોલી. ના, તમારી વાત જુદી છે. તમે બરાબર જાણી શકતા નથી, તેથી જ આમ બોલો છો,” એમ કહીને રાજાએ જવાની તૈયારી કરી. રાજાને જતો જોઈ રાજપુત્રીએ પિતાના પિતાને કહ્યું, “હે પિતાજી! પરભવમાં પણ આ રજા જ મારા પતિ હતા, તે આ ભવમાં પણ આ રાજા જ મારા પતિ થાઓ ! અન્યથા અગ્નિ ભક્ષણ કરવાની રજા આપે, રાજકન્યાના વચનથી કન્યાને નષ ગયેલ જાણું રાજા ખુશી થયે, ને રાજાને આગ્રહથી રે. રાજા અરિમદનને પછી આગ્રહપૂર્વક રાજકન્યા સૌભાગ્યસુંદરીને આડંબર ને મોટા મહોત્સવ સાથે રાજાને પરણાવી; કારણકે જગતમાં પ્રાણુઓને ધર્મના પ્રભાવથી શું નથી મળતું? અશક્ય વસ્તુઓ પણ ધર્મને પ્રભાવથી મળે છે. સ્ત્રીની

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604