________________
પ્રકરણ ૬૭ મું
પપટ ગણાતે હતો. તેના બળથી રાજાને ગવ વળી આસમાન પવતે પહોંચી ગયો હતે. આ સિવાય શાલિવાહનને બીજા • પણ અનેક સુભર હતા.
રાજા શાલિવાહનના દરબારમાં પ્રવેશ કરી વિક્રમ રાજાને દૂત રાજાને નમી ઉભે રહ્યો, “હે રાજન? તમે અવંતીપતિ મહારાજ વિક્રમનાં ગામોને નાશ કર્યો તે સારું કર્યું નથી. તમારા સિન્યના આ અનુચિત કાર્યની તમારે ઉપેક્ષા કરી મહારાજા વિક્રમ સાથે વેર બાંધવું જોઈએ નહિ. જેથી વિચાર કરીને મહારાજા વિક્રમને મળી તમારી એ ભુલની માફી માગે! તમારે આવવાથી મહારાજા વિક્રમ ખુશી થશે ને તમારી વાતને નઠારા સ્વપ્નની માફક ભૂલી જશે; નહિતર મહારાજા વિકમનું કટક ધસી આવી તમારા રાજ્યની ખાનાખરાબી કરી નાખી, તમને પાયમાલ કરી નાખશે.
દૂતની કઠિન અને કઠોર વાણી સાંભળીને નમ્રતા વગરનો ગર્વિષ્ઠ રાજા શાલિવાહન ક્રોધ કરતે બે, હે દૂત! ચૂપ રહે, તારા આવા વિતંડાવાદથી શું સરવાનું છે? ગામ ભાગ્યાને તારા સ્વામીને બદલે લેવો હોય તે રીવ્રતાથી મારી સામે આવે ! હું પણ મારા સન્યની સાથે તારા સ્વામી સાથે શીઘ્રતાથી આવું છું.” શાલિવાહને દૂતને અધિક ન બોલવા દેતાં વિદાય કર્યો. દૂતે અવંતી માં આવી રાજા વિક્રમને શાલિવાહનને યુદ્ધસંદેશે કહી સંભળાવ્યું, “મહારાજ! શાલિવાહન આખા જગતને તૃણ સમાન માને છે. તમને પણ કાંઈ હિસાબમાં ન ગણતાં તે કહેવડાવે છે કે યુદ્ધ કરવા પહોંચ હોય તે વહેલે આવે!”
દૂતનાં વચન સાંભળી રાજા વિક્રમે રણભભ વગડાવી લકરને એકઠું કર્યું, ને પ્રતિષ્ઠાનપુર તરફ કુચ કરવાને