Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala
View full book text
________________
૫૫૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અરિમર્દન બને ચંદ્ર અને રોહિણુના માફક, પાર્વતી અને શંભુની માફક, શચીપતિ અને પ્રાણીની માફક
ભવા લાગ્યાં. એક બીજામાં પ્રીતિવાળાં તેઓ બને દેવતાની માફક ભેગેને ભેગવતાં, કાલને પણ જાણતાં
ન હતાં.
કાળાંતરે સૌભાગ્યસુંદરીને સારા સ્વપ્રથી સુચિત ગર્ભ રહ્યો. કોઈક પુણ્યવાન આત્મા સ્વર્ગનાં સુખ ભેગવી પુણ્ય
ગે એના ઉદરમાં ઉત્પન્ન થયે. ગભના પ્રભાવથી દેવી સૌભાગ્યસુંદરીને જે જે મનેાર થયા તે સર્વ રાજાએ પૂરા કર્યા. શુભ દિવસે સૌભાગ્યસુંદરીએ પુત્રને જન્મ આપે. પુત્રને જન્મ મહોત્સવ કરી રાજાએ રાજપુત્રનું મેઘ એવું નામ પાડયું.
પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતે મેઘ બાલ્યાવસ્થા પસાર કરીને ભણવા યોગ્ય અવસ્થાવાળે થયે. રાજાએ તેને પંડિત પાસે અભ્યાસ કરવાને મુકો. ભણી, ગણી શસ અને શાસ્ત્રવિદ્યામાં તે પારંગત થયે. યૌવનવયમાં આવ્યો ત્યારે રાજાએ ચંદ્રપુરનગરના ચંદ્રસેન રાજાની મેઘવતી નામની કન્યા સાથે મહત્સવપૂર્વક મેઘકુમારને પરણાવ્યો.
ઋષભદેવના મંદિરમાં પૂજા રચાવી બને વરવહુ આદિનાથને નમવાને ગયાં. આદિનાથની મૂર્તિને જોઈ બન્ને મૂછિત થઈ ગયાં. અકસ્માત આ બનાવથી બધો પરિવાર ચિંતાતુર થયો. અનેક શીતોપચારથી વરવહુ સાવધ થયાં, પણ બને મૂંગાં થઈ ગયાં. એમને બોલાવવાને રાજા અને અનેક વૈદ્ય મંત્રતંત્રને જાણનારાઓકેઈપણ સમર્થ થયા નહિ, અંતે રાજા ચિંતાતુરપણે પોતાને સમય વિતાવવા લાગ્યો
એકતા નગરીના ઉદ્યાનમાં વિહાર કરતા જ્ઞાની સિદ્ધ સેનસૂરિ પધાર્યા. ઉદ્યાનપાલકની વધામણથી રાજા ખુશી

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604