________________
પપ૬
* વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અરિમદન રાજાનું અદ્ભુત વૃત્તાંત કહી સંભળાવ્યું અને પર્ષદા પોતપોતાને સ્થાનકે ગઈ.
ગુરૂએ તે પછી ખાનગીમાં રાજાને કહ્યું, “હે રાજન ! તમારે હવે રાજ્યખટપટ છોડી ધમકમમાં વધારે સાવધાન રહેવું. આયુષ્યની કાંઈ ખબર પડતી નથી, માટે તમે પણ હવે પાછળની અવસ્થામાં ધર્મ તરફ અધિક ધ્યાન આપો તો સારું !
“મને પણ હવે એમજ લાગે છે કે હવે મારું આયુષ્ય અધિક નહિ હેય. પૂર્વભવના પુણ્યથી આ ભવમાં મને સર્વ વાતે સુખ છે, ને આ ભવમાં પણ એ ધર્મને સારી રીતે આરાધે હોય તે આવતા ભવમાં પણ સુખ મળે. અને કેમે કરીને મેક્ષ પણ ધર્મના પ્રભાવથી મળે, ને દુનિયાની મેહમાયા ટળે તેથી ધર્મ કરે જરૂરી છે.” રાજાએ કહ્યું.
હા માટે જ ધર્મકર્મ તરફ અધિક લક્ષ આપવું. રાજ્યખટપટ બધી વિક્રમચરિત્રને સોંપી દો, અને ધમસાધન કરે પરભવનું ભાથું તમે સારી રીતે બાંધી લે.”
રાજા ગુરૂ મહારાજને નમી ગુરૂની વાણિનું ચિંતવન કરતે પિતાને સ્થાનકે ગયે; અને ગુરૂ સિદ્ધસેનસૂરિશ્વર પિતાના પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા.
પ્રકરણ ૬૭ મું
હા ! વિક્રમ !' “જાતાં તણુ જુહાર, વળતાં તણું વધામણ,
દેવ તણું વ્યવહાર, વિણસ્યું કે મળશું નહિ.” રાજા વિકમ રાજસુખ ભોગવતાં અને ધર્મસાધન કરતાં હવે સૈકાના છેલ્લા દશકામાં પોંચી ગયા હતા.