________________
પપ૦
વિક્રમચરિત્ર યાને કોટિલ્યવિજય રાજા રત્નચંદ્ર પોતાના પરિવાર સાથે અરિમર્દન રાજાની છાવણીમાં મરૂતવનમાં આવ્યું. રાજા રત્નચંદ્રને અરિમન રાજાએ ખૂબ માન સન્માન આપ્યું. બન્ને રાજાએએ સાથે લાવેલા જીનમંદિરને વિષે રહેલા યુગદીશની અષ્ટ પ્રકારે પૂજા કરી, ભાવથી સ્તુતિ કરી, રાજાએ રત્નચંદ્ર રાજાને ખાનપાનથી તૃપ્ત કર્યો. પછી રાજા રત્નચંદ્ર પોતાની નગરીમાં પધારવાનું આમંત્રણ આપ્યું.
રાજન ! મારે ત્યાં ભજન કરવાને પધારે! અમારી નગરીની દિવ્ય રચના તો જુઓ! અદ્દભુત જીનમંદિરનાં દર્શન કરી મનુષ્ય જન્મને લહાવે લ્યો.'
- રાજાની વાણી સાંભળી અરિમર્દન રાજાએ પોતાની મનોગત ભાવના રાજા રત્નચંદ્રને કહી સંભળાવી. રાજા રત્નચંદ્ર પણ આ રાજાને ધર્મિષ્ઠ જાણી ખુશી થયો, અને ફરી આગ્રહપૂર્વક પોતાના નગરમાં પધારવા વિનંતિ કરી.
ત્યારે આજે તો તમે તમારા બધા પરિવાર સાથે મારે ત્યાં ભજન કરવાને આવી! તમારા સંઘના પગલાંથી અમારી નગરીને પવિત્ર કરે !"
“તમારા નગરમાં આવવાને અમને એક જરા મુશ્કેલી નડે છે, રાજન! અને એ અમારા સ્વાર્થ ખાતર તમને મુકેલીમાં ઉતારવા તે શું ઠીક છે? 9
“અને એ તમારી મુશ્કેલી ક્યા પ્રકારની છે તે તે કહે ! » રાજા રત્નચંદ્ર પૂછ્યું.
“નગરમાં હું કોઈ સ્ત્રીનું મુખ જોતો નથી. અચાનક કોઈ સ્ત્રીની દૃષ્ટિ પડી જાય તે મને વિન ઉપસ્થિત થાય છે, અથવા તો મૃત્યુ પણ થાય, માટે હે રાજન ! એ વાત તમે કરશે નહિ.”
“અરે, એમાં શું? મારા હુકમથી નારની બધી