________________
૫૪૯
પ્રકરણ ૬૬ મું
મેના કંદોયણ, રાજાને તેના લશ્કરપરિવાર સહિત ખાટલીની સહાયથી રત્નકેતુપુરના મહત્વના ઉદ્યાનમાં લઈ ગઈ. ત્યાં નગરની બહાર રાજા છાવણુ નાખીને પડ્યો, અને પછી એક વાચાળ દૂતને બધી હકીક્ત સમજાવી અરિમર્દન રાજાએ રત્નચંદ્ર રાજાની સભામાં મેક.
આ તરફ રત્નચંદ્ર રાજા પણ મરૂતવનમાં પરચક આવેલું જાણુ યુદ્ધ કરવાને બખ્તર પહેરીને તૈયાર થશે. તે દરમિયાન અરિમર્દન રાજાનો સેવક રાજસભામાં આવી પહેર્યો. રાજાને નમી એ વાચાળ અને હેશિયાર દૂત બે, “મહારાજ! રત્નચંદનો જય થાઓ! ધર્મકમમાં તત્પર અને ધર્મિષ્ઠ અમારા રાજા યાત્રા કરવા નીકળેલા, તે પરિવાર સાથે તમારા નગરના સીમાડે પડાવ નાખી પડેલા છે, તે માનો કે તમારા આજે મહેમાન થયેલા છે. તેઓ તમારા નગરમાં જીનેશ્વરના મંદિરમાં પૂજાયાત્રા કરવાની અભિલાષા રાખી રહ્યા છે. પણ તેમને એક નિયમ છે કે, તે કોઈ સ્ત્રીનું મુખ જતા નથી. અને સ્ત્રીનાં વાક્ય પણ સાંભળતા નથી.” તે પિતાના સ્વામીની વતી રત્નચંદ્ર રાજાને હકીક્ત કહી સંભળાવી.
દૂતની વાત સાંભળી રાજા રત્નચંદ્ર ખુશી થયે. પોતે સ્વસ્થ થઈ દૂતને વિદાય કરી અરિમર્દનની પાસે જવાને તૈયાર થયો.
પ્રકરણ ૬૬ મું
ધર્મનું ફળ “બળ કરતાં કળથી સદા, થાય જગતમાં કામ. હાથીને વશ રાખવા, અંકુશનું છે કામ.”