Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala

View full book text
Previous | Next

Page 580
________________ પ્રકરણ ૬૫ મું ૫૪૭ હે રાજબાળ! તારા જેવી ભાગ્યવતીએ આવે ક્રોધ કરે પિગ્ય નથી. ફોધ કરવાથી પ્રાણુ પિતાનાં કરેલાં સુકૃત હારી જાય છે. આકાશમાં રહેલાં ઘનઘોર વાદળને જેમ પવન વિખેરી નાખે છે. તેમ ક્રોધ પુણ્યરૂપી ધનનો નાશ કરી નાંખે છે. બને સખીઓ રેજ, આવી રીતે વાર્તાવિનોદ કરતી કાલનિર્ગમન કરતી હતી. નગરની શોભા જોઈને પેલે વિપ્ર રાજસભામાં આવ્યો ને રાજા પાસે પોતાની પુત્રીની માગણી કરી. રાજાએ દાસીને મોકલી દ્વિજકન્યાને તેડાવી, પણ દાસીએ ખાલી પાછા ફરીને રાજાને કહ્યું, “હે મહારાજ ! રાજબાળ દ્વિજકન્યાનો વિયોગ સહન કરી શકે તેમ નથી, માટે એ એને મેલી શકશે નહિ દાસીની વાત સાંભળી રાજએ વિપ્રને સમજાવ્યું, પણ વિપ્ર તે એમ સમજે તેમ કયાં હતું ? એ તો પોતાની પુત્રી માટે રાજસભામાં મરવાને તૈયાર થઈ, રાજાને બ્રહાહત્યાનું પાપ આપવાને તૈયાર થયે. વિપ્રના આ સાહસથી રાજાએ સૌભાગ્યસુંદરી પાસેથી કિજકન્યાને લાવીને વિપ્રને અર્પણ કરી. વિપ્ર પોતાની કન્યાને લઈને ચાલ્યા ગયે. બ્રાહ્મણ અને કન્યા નગરને જતાં ને એનાં વખાણ કરતાં નગરી બહાર પેલા મરૂતવનમાં ઉદ્યાન આગળ આવ્યાં. બન્નેએ પોતપોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. ઠરાવેલ સમયે પેલી મેના કરાયણ ખાટલી ઉપર બેસીને આવી પહોંચી. પછી ખાટલી ઉપર બેસીને રાજા અને મંત્રી રત્નપુરનગરીમાં આવ્યા. મેનાએ તેમની સારી રીતે સેવાચાકરી કરી. રાજાએ મેનાને પોતાની હકીકત બધી કહી સંભળાવતાં ઉમેર્યું કે “મારા પરિવાર સાથે હું સૌભાગ્યસુંદરીને લેવા માટે અહીં આવું, ત્યારે તારે મને મારા પરિવાર સહિત આ ખાટલીની

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604