________________
૫૪૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સમય નજીક આવવાથી મેં ચકલાને કહ્યું, “વનમાંથી કાષ્ટ વિગેરે લાવીને માળે બાંધ! પણ એ આળસુએ મારી વાત સાંભળી નહિ. જેથી મહામુસીબતે મેં માળો બાંધી બચ્ચાંને જન્મ આપે તે પછીના એક દિવસે વાંસના સંઘર્ષણથી વનમાં દવ ઉત્પન્ન થયો. તે વનને બાળ દવ અમારા વૃક્ષ નજીક આવ્યું. મેં ચકલાને એક બચ્ચું લઈને ઉડી જવા કહ્યું, પણ એણે મારી વાત માની નહિ. દાવાનલ સળગતે અમારા વૃક્ષને પણ બાળવા લાગે. એટલે દુષ્ટ ચકલો તો ઉડી ગયે, પણ હું બચ્ચાં સાથે એ દાવાનલમાં દગ્ધ થઈ ગઈ. યુગાદીશની પૂજાના પ્રભાવ થકી શુભ ધ્યાનમાં મરણ પામીને અહીંયાં રત્નચંદ્ર રાજાની પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. એક દિવસે મને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વનો ભવ જાણતાં મને પુરૂષ ઉપર દ્વેષ આવ્યું કે, પુરૂષે શું આવા સ્વાર્થ લંપટ હેાય છે? ખચિત જગતમાં બધા પુરૂષો આવા દુષ્ટ અને સ્વાથ આશયવાળા હોય છે. એવી રીતે ભૂપપુત્રીએ નરઢષની વાત દ્વિજપુત્રી આગળ કહી સંભળાવી.
રાજકન્યાની વાત સાંભળી દ્વિકન્યા બેલી, “હે સખી! તારી વાત સત્ય છે, પણ એથી કાંઈ બધી પુરૂષજાતિ દુષ્ટ છે એ તારે અભિપ્રાય બરબર નથી. એમ તે મનહર લાવણ્યવાળી સ્ત્રીઓ પણ કુટભાષી, પટની ભરેલી, અસત્યના ધામસમી, ન કરવાનાં કૃત્યો કરનારી હોય છે. માટે એકલી પુરૂષજાતિનો ઠેષ કરે એ ઠીક નથી.'
વિપ્રતનયાની વાત સાંભળી રાજબાળા બેલી, “તારી વાત તે ઠીક છે, પણ હવે પુરૂષ ઉપરનો ભારે દ્વેષ-ઓછો થતા નથી, હું તેથી શું કરું? જેવી ભવિતવ્યતા ! અત્યારે પણ પુરૂષ જાતિ ઉપર મારે ક્રોધ એ ને એ જ છે.”